એવૉર્ડસ ફોર એકસેલન્સ 2024નું આયોજન કેન્દ્રીય મંત્રી નાગરિક ઉડ્ડયન, રેલવે અને વાણિજય વિભાગના પૂર્વ મંત્રી સુરેશ પ્રભુની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું જેમાં ઉદ્યોગ સમૂહોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.1918માં સ્થાપના કરાયેલ સંગઠન એફ.જી.આઈ. મધ્ય ગુજરાતનું સર્વોચ્ચ ઉધોગ સંગઠન છે. જે ઉધોગોને વખતો વખત માર્ગદર્શન પુરુ પાડે છે અને રાજય અને કેન્દ્ર સરકારમાં કરવેરા, નિતિઓ, વિદેશી વ્યાપાર અને ઉધોગોને લગતી સમસ્યાઓનું પ્રતિનિધિત્વ કરીને રજૂઆતો કરે છે.એફ.જી.આઈ.એ રાજ્ય ની વ્યકિતઓ, સામાજિક સંસ્થાઓ, અને ઉધોગોની પ્રવૃત્તિઓને બિરદાવવા માટે દર બે વર્ષે દ્વિવાર્ષિક એફ.જી.આઈ. એવોર્ડસ ફોર એકસેલન્સ આપવાની શરૂઆત કરીને તેમને સન્માનિત કર્યા છે. આ વર્ષે એવોર્ડ ફોર એકસેલન્સ માં કુલ 14 કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિજેતાને પૂર્વ કેન્દ્રિય મંત્રી સુરેશ પ્રભુના હસ્તે એવોર્ડ વિજેતાને ટ્રોફી,પ્રમાણપત્ર અને. એક લાખનો ચેક આપવામાં આવ્યા હતા.
Reporter: News Plus