News Portal...

Breaking News :

ઈરાનમાં ઉદારવાદી નેતા મસૂદ પેઝેશ્કીને રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા

2024-07-06 11:19:53
ઈરાનમાં ઉદારવાદી નેતા મસૂદ પેઝેશ્કીને રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા


ઈરાન: ઉદારવાદી નેતા મસૂદ પેઝેશ્કીને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતીને કટ્ટરપંથી નેતા સઈદ જલીલીને 30 લાખ વોટથી હરાવી દીધા. 


મસૂદને 1.64 કરોડ વોટ મળ્યા હતા. જ્યારે જલીલીને 1.36 કરોડ વોટ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈરાનમાં ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ઈબ્રાહીમ રઈસી ફરીવાર દેશના રાષ્ટ્રપતિ બન્યાં હતા.વિગતો અનુસાર મસૂદ પેઝેશ્કીયન હવે ઈરાનના 9મા રાષ્ટ્રપતિ બની ગયા છે. તે હિજાબ વિરોધી અને ઉદારવાદી નેતા તરીકે જાણીતા છે. 


ઉલ્લેખનીય છે કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસીનું નિધન થયા બાદ ફરી એકવાર દેશમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈબ્રાહીમ રઈસી 19મેના રોજ હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામી ગયા હતા. મસૂદ પેઝેશ્કીયન એક સર્જન રહી ચૂક્યા છે. તે હાલમાં દેશના સ્વાસ્થ્યમંત્રી છે. ચૂંટણીથી પહેલા રાજકીય ભાષણો દરમિયાન તેમણે અનેકવાર હિજાબનો વિરોધ કર્યો હતો. તે મોરલ પોલિસિંગનો પણ વિરોધ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં હિજાબનો મુદ્દો છવાઈ ગયો હતો.

Reporter: News Plus

Related Post