વડોદરાના પાદરા ના ચાણસદ ગામે પાડોશ ની બે વર્ષની બાળા સાથે તાજીયા બતાવવા લઈ જવાના બહાને લઈ જઈ શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ પાદરા પોલીસ મથકે દીકરી ના પરિવારજનોએ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. બાળકીને સારવાર તે વડોદરા શહેરની હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પાદરા પોલીસે આરોપીની. અટકાયત કરીને પોક્સો હેઠણ ગુનો દાખલ કર્યો છે. પાદરાના ચાણસદ ગામે ચકચાર મચી જવા પામ્યો હતો.
પાદરા ના ચાણસદ ગામે તબેલામાં ડ્રાઇવિંગ અને વોટર જગ સપ્લાય ની નોકરી કરતો 28 વર્ષીય મૂળ ખટંબા વાઘોડિયા નો કરણ અર્જુનસિંહ રાઠોડિયા છેલ્લા બે માસ ઉપરાંત થી ચાણસદ ગામે પોતાના દાદીની ત્યાં રહે છે અને તે જ ફળિયામાં પાડોશ માં બીજા ઘરે રહેતી બે વર્ષથી બાળક સાથે તેને શારીરિક અડપલાં કર્યા હોવાની વાત વહેતી થતાં ચાણસદ ગામમાં ચકચાર મચી જવા પામી છે.
ગતરોજ મહોરમ પર્વ હોવાના બહાને તાજીયા બતાવવાનું કહી ને માસૂમ બે વર્ષીય પોતાની સાથે લઈ જઈ કરણ રાથોડ્યા એ ચેનચાળા કર્યા હોવાના આક્ષેપો બે વર્ષે દીકરીના પરિવારજનો એ કર્યા હતા.
જેની દીકરી ના પરિવારજનોએ પાદરા પોલીસ મથકે આબાબતે ફરિયાદ આપતા પોલીસે બાળકી સહિત યુવાનની તપાસ શરૂ કરી છે.
પોલીસે મેડિકલ ની પણ પ્રોસેસ હાથ ધરવામાં આવેલી છે. સારવાઅર્થે માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં બાળકીના પિતાએ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પાદરા પોલીસે આરોપી સામે પોકસો હેઠળ ગુનો દાખલ કરીને અટકાયત કરી છે.
ઉલ્લેખનીય છે કે કરણ અર્જુન રાથોડિયા પરિણીત છે અને તેને બે સંતાન હોવા છતાં પણ તેને આવું શર્મશાર કૃત્ય કરતા ચાણસદ ગામ માં ખડભડાત મચી જવા પામ્યો છે.
Reporter: admin