News Portal...

Breaking News :

ફૈયાઝખાંની કીર્તી સુવાસથી પ્રભાવિત થઈને ઈ.સ.૧૯૧૨માં વડોદરાના મહારાજા સયાજીરાવે પોતાના રાજ્યની

2025-02-08 11:33:27
ફૈયાઝખાંની કીર્તી સુવાસથી પ્રભાવિત થઈને ઈ.સ.૧૯૧૨માં વડોદરાના મહારાજા સયાજીરાવે પોતાના રાજ્યની


વડોદરા : સદીઓથી પેઢી દર પેઢી હિન્દી સંગીતની માવજત કરતા આગ્રાના એક સંગીતકાર સદર હુસેનખાંને ધરે ઈ.સ. ૧૮૮૦માં ફૈયાઝખાંનો જન્મ થયો, આમ વા૨સાગત ૨ીતે તેઓ “રંગીલા ઘરાણા”ના હતાં. 


દીવાને અકબરીના ખ્યાતનામ ગવૈયા ૨મઝાનમાં રંગીલાના વખતથી સંગીત આ કુટુંબમાં ઉતરતું આવેલું. એ રંગીલેના નામ પરથી આજે પણ એમની વિશિષ્ટ ગાયકીને રંગીલા ઘરાણાથી ઓળખવામાં આવે છે. ફૈયાઝખાંએ પણ એ ગાયકીને જાળવી રાખી હતી. ફૈયાઝખાં માંડ ચારેક વર્ષના હતા ત્યારે તેમના પિતા સફદરહુસેનખાં અવસાન પામ્યાં. તેઓ સારા ખયાલ ગાયક હતાં. તેઓ ઝાલાવાડ દરબા૨ને ત્યાં રાજગવૈયા તરીકે નોકરી કરતા હતાં. ફૈયાજખાંના માતા પણ શહેનશાહ અકબરના વખતમાં દ્રુપદ ગાવામાં પ્રખ્યાત થયેલાં. હાજી સુજાખ્ખાંની પેઢીના હોઈ, ફૈયાઝખાનને માતા-પિતાના બંને પક્ષે સંગીત વારસામાં મળ્યું હતું. પરંતુ સંગીતનું પધ્ધતિસરનું જ્ઞાન તો એમને પોતાના માતામહ (નાના) ગુલામ અબ્બાસખાં તરફથી મળ્યું, કારણ કે પિતાના અવસાન બાદ તેમના માતા તેમને લઇને મોસાળ આવીને ૨હ્યાં હતાં. આમ ફૈયાઝખાંનો ઉછે૨ મોસાળમાં થયો હતો. પાંચ વર્ષથી શરૂ થયેલી તેમની સંગીત સાધના તાલીમ ભારે કષ્ટદાયક હતી. તેમના નાના આકરી શિસ્ત પડાવતા તેમના હાથ ઉપર પલંગનો પાયો રાખી તેઓ રીયાઝ કરતાં, દરમ્યાન ઝોડું ન આવી જાય, કડક શિસ્ત નીચે રીયાઝ કરનાર ફૈયાઝખાંએ દશ વર્ષમાં મોટામાં મોટા સંગીતકારોને આંજી નાંખે તેવી ખ્યાતી સાધી, તેમણે ત્યારબાદ પોતાના કાકા નથ્થનખાં, જે મૈસુર દરબા૨ના રાજ ગાયક હતાં. તેમની પાસેથી સંગીતની તાલીમ લીધી. આકરી તપસ્યાથી તેમનો અવાજ દબાયેલો ધીર ગંભીર છતાં મધુર બન્યો. તેમનો ઘુંટાયેલો કંઠ, ગીતોમાં શબ્દોની સ્પષ્ટતા અવાજની અવાજની રોડાઈ મૃદ સ્વ૨, કંપન, આલાપની બઢત તેમજ લયકારી બધી બાબતો તેમની ગાયકીમાં જણાતી હતી. ખાંસાહેબે ભા૨તીય સંગીતની મુખ્ય પાંચ પધ્ધતિઓ દ્રુપદ, ખયાલ, ટપ્પા, ઠુમરી અને ગઝલમાં અનોખી સિધ્ધિ મેળવી હતી. નાનપણથી જ નાના ગુલામ અબ્બાસખાંએ એમને પોતાની સાથે ફેરવવા માંડ્યા હતા, એટલે એક ઉગતા-આશાસ્પદ સંગીતકાર તરીકે તેમની કીર્તી ચોમેર પ્રસરવા માંડી હતી.  


ફૈયાઝખાંની કીર્તી સુવાસથી પ્રભાવિત થઈને ઈ.સ.૧૯૧૨માં વડોદરાના મહારાજા સયાજીરાવે પોતાના દરબારમાં મુખ્ય સંગીતકાર તથા રાજ્યની સંગીતની વિદ્યાપીઠના પ્રાધ્યાપક તરીકે જોડાવવા આમંત્રણ આપ્યું. પગાર વિશે પુછતાં તેમને માસીક રૂ. ૧૦૦ થી ઓછી એક પાઈ નહીં એમ જણાવેલું, એ કાળે ભલ ભલા ઉસ્તાદો પણ ૪૦-૫૦ રૂપિયામાં રાજી થતા, ત્યારે ગાયકવાડે તેમનો ૧૦૦ રૂપિયાનો પગા૨ મંજુર કરીને રાખી લીધા, એટલું જ નહી એમને બહારના કાર્યક્રમો ક૨વાની છુટ આપી. આથી એમની ખ્યાતી અને આવકમાં વધારો થતો ચાલ્યો. ગ્રામોફોન રેકોર્ડ દ્વારા વહેતો થયેલો એમનો અવાજ ભારતીય સંગીતની સાચી પહેચાન કરાવવા લાગ્યો, ત્યારથી જીવનના અંત સુધી વડોદરા તેમની કર્મભૂમિ બની. ખાં સાહેબનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. ઊંચો ગોરો વાન, હષ્ટપુષ્ટ કાયા, આંખોની ચમક, પાનથી રંગાયેલા હોઠ, ભરાવદાર મુખમુદ્રા અજબ પ્રભાવ પાડતા હતાં. સારા સંગીતકાર હોવા ઉપરાંત તેઓ સારા માનવી હતાં. સ્વભાવે ઉદાર અને માયાળુ હતા. જીવનમાં સારા સંબંધો અને સારૂ એવું દ્રવ્ય પ્રાપ્ત કર્યું હતું. એમના દેખાવની જેમ એમની રહેણીકરણી પ્રભાવશાળી હતી. મહેફિલોમાં તેઓ ભભકાદાર કપડાં, ગળામાં મોતીનો હાર, ચંદ્રકો વગેરે લગાવીને સારો ઠસ્સો જમાવીને જતાં, પાછલી અવસ્થામાં આ બધું તેમણે ઓછું કરી નાંખેલુ, પણ આંગળીઓ હીરા માણેકની વીંટીથી તો જીવનના અંત સુધી શોભતી. જો કે શોખીન હોવા છતાં તેઓ શરીર પ્રત્યે જરાય બેવફા થયા ન હતા, છેક નાનપણથી જ કુસ્તીનો શોખ હતો. કેટલાય કુસ્તીબાજો સાથે મૈત્રી સાધી હતી. આ ઉપરાંત શાગિર્દો પ્રત્યે તેઓ એક મિત્ર ફિલસૂફ અને સાચા માર્ગદર્શક સમાન હતાં. વડોદરાની સંગીત વિદ્યાપીઠમાં એમની પાસે સેંકડો વિદ્યાર્થીઓ તૈયાર થયા તે ઉપરાંત બીજા સંગીતજ્ઞો પણ એમની પાસે શીખવા આવતાં, જેમાંના કલકત્તાના આલા હુસેન, દિલીપચંદ્ર વેદી, લતાફ્ત હુસેન, સ્વામી વલ્લભદાસ, લખનૌ મોરિસ કોલેજ ઓફ મ્યુઝિકના પ્રિન્સીપાલ ૨તંજક૨, ભીષ્મદેવ ચેટરજી, આગ્રાની મલ્કાજાન, કુંદનલાલ સાયગલ વગેરે હતાં. ઈ.સ. ૧૯૪૯માં કલકત્તાની સંગીત પરિષદમાં એમને દશ હજા૨ની થેલી અર્પણ થઈ જીવનના છેલ્લા બે વર્ષમાં તેઓ લકવા અને ક્ષયની બિમારીમાં પટકાયા, પરંતુ છેલ્લા દિવસ સુધી તેઓ માનસીક રીતે સંપૂર્ણ સ્વસ્થ હતા. ૭૦ વર્ષની વયે તેઓ જહ્નતનસીન થયા. ભા૨તીય કલાના શુધ્ધ સ્વરૂપો જાળવી રાખનાર જ્યોતિર્ધરોમાં તેમનું નામ ચિરસ્મરણીય રહેશે.

Reporter: admin

Related Post