નવી દિલ્હી : કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓમોટો લઈને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચમાં સુનાવણી ચાલી રહી છે.
આ દરમિયાન CJIએ પોતાની સાથે જોડાયેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમણે પણ એક સમયે સરકારી હોસ્પિટલના ફ્લોર પર સૂવાની ફરજ પડી હતી.CJIએ કહ્યું, આપણા બધાના પરિવારના સભ્યો-સંબંધીઓ ક્યારેકને ક્યારેક સરકારી હોસ્પિટલમાં ગયા હોઈશું. એક સમયે મારા પરિવારમાંથી પણ કોઈ બીમાર થયું હતું ત્યારે મારે પણ સરકારી હોસ્પિટલના ફ્લોર પર સૂઈ જવું પડ્યું હતુ.
અમે આ તબક્કામાંથી પસાર થયા છીએ. મેં આ સમયે ડૉક્ટરોને 36-36 કલાક સુધી કામ કરતા જોયા છે. અમે અહિંથી ડૉક્ટરોને ખાતરી આપવા માંગવા છીએ કે ડોક્ટરોની વર્તમાન સ્થિતિ અને તેમની સુરક્ષા બાબતે અમે ચિંતિત છીએ. અમારી તમામ સ્થિતિ પર નજર છે.”
Reporter: admin