વડોદરા : ઓપરેશન સિંદૂર ની સફળતા બાદ ગુજરાતના પ્રવાસે આવેલા નરેન્દ્ર મોદીના બંદોબસ્ત દરમ્યાન કિશનવાડી વિસ્તારમાં ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાન નીતેશ જારીયાનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની વિગતો મળી હતી.

ફરજ પર મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનના પરિવારના આક્ષેપ કર્યો હતૉકે, દર્દીને કિશનવાડીથી છેક સયાજી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હોત તો બચી જાત.

અસહ્ય બફારા અને ગરમીમાં રોડ બંદોબસ્ત માં ફરજ બજાવતી બે મહિલાઓને પણ pmના બંદોબસ્તમાંથી બેભાન અવસ્થામાં સયાજી હોસ્પિટલમાં લવાઈ હતી. તેઓ સારવાર હેઠળ છે.
Reporter: admin