News Portal...

Breaking News :

હિતાચી એનર્જીના CSR ફંડથી મકરપુરા પોલીસ સ્ટેશનમાં આધુનિક સુવિધાઓનો પ્રારંભ

2026-07-13 15:15:36
હિતાચી એનર્જીના CSR ફંડથી મકરપુરા પોલીસ સ્ટેશનમાં આધુનિક સુવિધાઓનો પ્રારંભ

વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે હિતાચી એનર્જી ઈન્ડિયા લિમિટેડના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડ હેઠળ વિકસાવવામાં આવેલી વિવિધ આધુનિક સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વર્ષ 2024માં અત્યાધુનિક સ્વરૂપ પામેલું મકરપુરા પોલીસ સ્ટેશન ગુના નિવારણ, તપાસ અને નાગરિક સેવાઓ માટે શહેરના મહત્વના પોલીસ મથકોમાં સ્થાન ધરાવે છે.

પોલીસ સ્ટેશનમાં આવતાં નાગરિકોને વધુ સારી અને સુવિધાજનક સેવાઓ મળી રહે તે હેતુથી હિતાચી એનર્જી ઈન્ડિયા લિમિટેડે પોતાના CSR ફંડમાંથી જરૂરી વિકાસ કાર્યો હાથ ધર્યા હતા. આ અંતર્ગત સમગ્ર પોલીસ સ્ટેશન પરિસરમાં ગ્રીન કોરિડોર, સુંદર લોન, સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા તેમજ અન્ય જરૂરી સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ નવી સુવિધાઓના પ્રારંભથી પોલીસ સ્ટેશનનું પરિસર વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને પર્યાવરણમૈત્રી બન્યું છે. પ્રસંગે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન માત્ર કાયદો અને વ્યવસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ નાગરિકોને વિશ્વાસ અને સુવિધા પૂરી પાડતું સ્થાન પણ છે. સરકારી તંત્ર અને કોર્પોરેટ ક્ષેત્ર વચ્ચેના CSR આધારિત સહયોગથી જાહેર સેવાઓની ગુણવત્તામાં વધારો શક્ય બને છે. તેમણે હિતાચી એનર્જી ઈન્ડિયા લિમિટેડનો આ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો અને આવી પહેલ અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત કરી.

Reporter: admin

Related Post