News Portal...

Breaking News :

હરણી બોટકાંડ કેસમાં હાઇકોર્ટ લાલઘૂમ:તત્કાલીન વડોદરા મ્યુનિ.કમિ. સામે ખાતાકીય તપાસના આદેશ, કોર્ટે કહ્યું- કોન્ટ્રાક્ટ આપનારા તમામને નોકરીમાંથી દૂર કરી દેવા જોઇએ

2024-04-25 19:38:54
હરણી બોટકાંડ કેસમાં હાઇકોર્ટ લાલઘૂમ:તત્કાલીન વડોદરા મ્યુનિ.કમિ. સામે ખાતાકીય તપાસના આદેશ, કોર્ટે કહ્યું- કોન્ટ્રાક્ટ આપનારા તમામને નોકરીમાંથી દૂર કરી દેવા જોઇએ

ગત 18 જાન્યુઆરીએે હરણી લેકઝોનમાં 12 બાળક સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુઓમોટો સુનાવણી થઈ રહી છે. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામે ખાતાકીય તપાસનો આદેશ આપ્યો છે. આ તપાસ IAS નિયમોના પરિપ્રેક્ષ્યમાં થશે. આ ઉપરાંત હાઇકોર્ટે સવાલ કર્યો કે કોન્ટ્રાકટર પાસે લાયકાત ના હોવા છતાં પહેલી વખત કોન્ટ્રેક્ટ નહોતો અપાયો તો બીજી વખત ફક્ત બે મહિનામાં લાયકાત કેવી રીતે આવી ગઈ?ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓ મોટો પિટિશન ઉપર આજે વધુ સુનવણી હાથ ધરાઇ હતી. ગત સુનવણીમાં કોર્ટે હરણી તળાવ રી-ડેવલોપમેન્ટ કોન્ટ્રાક્ટ આપવાના તમામ રેકોર્ડ કોર્ટ સમક્ષ મૂકવા જણાવ્યું હતું. જે મુદ્દે આજે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે સોગંદનામા ઉપર તમામ રેકોર્ડ કોર્ટ સમક્ષ મૂક્યો હતો. VMCના એડવોકેટે જણાવ્યું હતું કે આ કેસ સંદર્ભે કુલ 11 ફાઇલો છે, જે આશરે 04 હજાર પાનાની છે.કોન્ટ્રાક્ટ આપનારા તમામને નોકરીમાંથી દૂર કરી દેવા જોઈએ તેવું હાઇકોર્ટ જણાવ્યું હતું.આ એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે સૌપ્રથમ જ્યારે હરણી તળાવને વિકસિત કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે બે વ્યક્તિઓએ બીડ ભરી હતી. પરંતુ સપ્ટેમ્બર 2015માં યોગ્ય ક્વોલિફિકેશન ના હોવાથી બંને બીડ રિજેક્ટ કરવામાં આવી હતી. જેમાં કોટિયા પ્રોજેક્ટસ પાસે છેલ્લા ત્રણ વર્ષમાં પૂરતી આર્થિક ક્ષમતા ન હોવાથી તેને પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નહોતો. ફરી વખત પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ ઉપર હરણી તળાવ વિકસાવવાની જાહેરાત આપવામા આવી હતી. જેમાં પણ બે લોકોએ ભાગ લીધો હતો. પરંતુ ફક્ત કોટિયા પ્રોજેક્ટ્સ દ્વારા બીડ ભરવામાં આવી હતી. જેમાં કોટિયા પ્રોજેક્ટ્સની બીડ મંજૂર રાખવામાં આવી હતી. જેથી કોર્ટે પૂછ્યું હતું કે ફક્ત બે મહિનાની અંદર કેવી રીતે કોટિયા પ્રોજેક્ટ સક્ષમ થઈ ગયું ? કોર્ટે કહ્યું હતું કે આ કોન્ટ્રાક્ટ આપવા વાળા તમામને નોકરીમાંથી દૂર કરી દેવા જોઈએ.તત્કાલીન મ્યુનિ.કમિશનરે જ કોન્ટ્રાક્ટ આપ્યોકોર્ટે નોંધ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીએ કોઈપણ જાતનું એપ્રૂવલ કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપવા સંદર્ભે આપ્યું નહોતું. પરંતુ VMCએ કોર્ટને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કર્યો છે. કોટિયા પ્રોજેક્ટને તે વખતના મ્યુનિસિપલ કમિશ્નરે જ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેથી કોર્ટે તે વખતના મ્યુનિસિપલ કમિશ્નર અને કોન્ટ્રાક્ટ આપવા સંદર્ભે સંકળાયેલા અધિકારીઓ સામે અર્બન વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નર IAS અધિકારી હોવાથી તેની સામે સંલગ્ન નિયમો અનુસાર તપાસ હાથ ધરાશે.હાઇકોર્ટે કહ્યું તત્કાલીન મ્યુનિ.કમિશનરે કરેલું સોગંદનામું ગેરમાર્ગે દોરનારુંઃ પીડિત પક્ષના વકીલઆ અંગે પીડિત પક્ષના વકીલ ઉત્કર્ષ દવે જણાવ્યું, સુઓમોટો PILની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સંદર્ભે હાઇકોર્ટમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામાથી હાઇકોર્ટ નાખુશ છે. કોર્ટે એવી ટકોર કરી છે કે આ સોગંદનામું ગેરમાર્ગે દોરે છે. એની અંદરની હકીકત દર્શાવવામાં આવી નથી તેમજ કોર્ટે જે કોટિયા પ્રોજેક્ટને આ કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો એ કોન્ટ્રેક્ટ એકવાર રિજેક્ટ થયો હતો અને બે મહિના પછી ફરી તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.વકીલ ઉત્કર્ષ દવેએ આગળ કહ્યું કે, કોર્ટે એ વસ્તુ ઓર્ડરમાં નોંધી છે કે પહેલીવાર કોન્ટ્રેક્ટ રિજેક્ટ કરવામાં આવ્યો ત્યારે તેની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી શૂન્ય હતી, પણ બે મહિનામાં એવું તો ક્યું વાદળ પડી ગયું કે આની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એટલી તો વધી ગઈ કે તેને કોન્ટ્રેક્ટ આપી દેવામાં આવ્યો. આ ઉપરાંત કોર્ટે ટકોર કરી કે આ સંપૂર્ણ બાબત માટે એ વખતના મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે. તેમજ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. એની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર સામે ડિસિપ્લિનરી પગલાં લેવા આદેશ કર્યો છે.પીડિત પક્ષના વકીલ ઉત્કર્ષ દવે.

અગાઉ કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે તળાવમાં સેફ્ટી વગર બોટિંગની મંજૂરી કેવી રીતે અપાઈ?અગાઉ આ કેસમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું કે આ દુર્ઘટના બાદ એક વ્યક્તિને નોકરીમાંથી છૂટો કરાયો છે.જ્યારે એકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. હરણી તળાવ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલ ઉપર વિકાસ માટે કોન્ટ્રાક્ટ દ્વારા આપવામાં આવ્યું હતું. જે સંદર્ભે કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે તળાવમાં સેફ્ટી વગર બોટિંગની મંજૂરી કેવી રીતે અપાઈ? એગ્રીમેન્ટની કોપી, કોઈને સુપરવિઝન કરવા રોકવામાં આવ્યા હતા કે કેમ ? ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ કે રાજ્ય દ્વારા તપાસ કરાય છે કે કેમ? VMCએ કોઈ પગલા લીધા છે કે કેમ વગેરે માહિતી કોર્ટ સમક્ષ મૂકવામાં આવે.વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે આ દુર્ઘટના સંદર્ભે કોર્ટના પ્રશ્નોના જવાબમાં એફિડેવિટ ફાઇલ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે જે લાઈફ જેકેટ જ્યાં હોવા જોઈએ તે ત્યાં નહોતા. 28 જુલાઈ 2017ના રોજ 33 વર્ષ માટે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તે માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેની અંદર કોઈ સેફટી મેઝર્સ કે કોઈ શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહતો. કોર્ટે એડવોકેટ જનરલને ટકોર કરી હતી કે સરકાર કોન્ટ્રાક્ટ કેવી રીતે આપે છે તે એડવોકેટ જનરલ જોવે! આ તળાવની માલિકી કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરની કોન્ટ્રાક્ટ પર સહી છે.2017માં 3 લાખના દરે કોન્ટ્રાક્ટ અપાયો હતોકોન્ટ્રાક્ટ તળાવના રિનોવેશના વર્કનો હતો. જેમાં કોમ્પ્લેક્સ, દુકાનો અને પાર્ટી પ્લોટ બનાવી દેવામાં આવ્યા હતા. જેમાંથી રિનોવેશનની જગ્યામાંથી પૈસા કમાવવામાં આવ્યા હતા. આથી કોર્ટે આ કોન્ટ્રાક્ટ કેવી રીતે અપાયો તેની તપાસ કરવા જણાવ્યું હતું. કોન્ટ્રાક્ટરે તળાવમાં રિનોવેશનના નામે ફક્ત બે જેટી અને તળાવ ફરતે દિવાલ બનાવી હતી. કોર્ટે આ બાબતને જાહેર મિલકતનો દુરુપયોગ ગણાવી હતી. કોર્ટે આ કોન્ટ્રાક્ટ આપવા બાબતે સ્ટેન્ડિંગ કમિટી અને મ્યુનિસીપલ કમિશ્નરના રોલ અંગે પણ પૃચ્છા કરી હતી. 2017માં વર્ષે 03 લાખ રૂપિયાના દરે કોન્ટ્રાક્ટ અપાયો હતો. ફાયર સેફ્ટી અને સ્ટ્રકચરલ સ્ટેબિલિટી ફક્ત બે જેટીને લઈને અપાઈ હતી. કોર્ટ સમક્ષ DPR મુકાયો નહોતો.હાઇકોર્ટે VMCને કોર્ટ સાથે રમત ન કરવા ચેતવણી આપી હતી, તેમજ કટેમ્પ્ટ દાખલ કરવા ચીમકી આપી હતી. કોન્ટ્રાક્ટને લઈને તમામ શરતો અને કાગળીયા કોર્ટ સમક્ષ મૂકવા હુકમ કરાયો હતો. કોર્ટ સમક્ષ DPR અને શરતો ના મૂકાતા કોર્ટે VMCને ખખડાવીને કહ્યું હતું કે શું તેઓ કોર્ટ સમક્ષ મજાક કરે છે? કોર્ટ સમક્ષ માહિતી મુકાઈ હતી કે તળાવમાં પાર્ટી પ્લોટનું એક દિવસનું 1.30 લાખ રૂપિયા ભાડું વસુલાતું હતું. વળી આ સંપૂર્ણ ઘટનામાં ઓફિસરો અને તેના મળતિયાઓ સંકળાયેલા હોવા છત્તા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરાતા કોર્ટે VMCની ઝાટકણી કાઢી હતી કે તેને કોન્ટ્રાક્ટ ઉપર સહી કરી નહોતી. તેને મોનિટરીંગ કરવા કોઇએ કહ્યું હોય તો કોર્ટ સમક્ષ લાવો. પુરી માહિતી સાથેની એફિડેવિટ કોર્ટ સમક્ષ મુકાય નહિ તો કોર્ટ મ્યુનિસિપલ કમિશ્નર સામે પગલાં લેશે.કોર્ટે કહ્યું હતું કે કોર્ટ 2016થી અત્યાર સુધીના મ્યુનિસિપલ કમિશનર સામે તપાસના આદેશ આપી શકે છે. કોર્ટ મિત્રે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે કોઠિયાએ સબ કોન્ટ્રાક્ટ પણ આપ્યો હતો. જે કોન્ટ્રાકટની શરતોનો ભંગ છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે બધા જ દોશી છે. કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર VMCના ઓફિસર સાથે સંબંધ ધરાવતા હતા.હરણી બોટકાંડ સમયે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ હતા. આ બોટકાંડનો લાભ લઈને રંજનબેનના વિરોધીઓએ હાઇકમાન્ડમાં તેમની ટિકિટ કાપવા માટે ખૂબ લોબિંગ કર્યું હતું. જો કે આમ છતાં હાઇકમાન્ડે રંજનબેન ભટ્ટનું નામ જાહેર કરી દીધું હતું. જો કે પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાએ જાહેરમાં વિરોધ કરતા રંજનબેન સામે ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જેથી મોવડી મંડળે રંજનબેનની ટિકિટ કાપવાની ફરજ પડી હતી અને તેમને સ્થાને હેમાંગ જોષીને ઉમેદવાર બનાવ્યા હતા. આમ બોટકાંડને કારણે રંજનબેનને રીપિટ ન કરવામાં આવ્યા હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચાએ વેગ પકડ્યો હતો.શહેરીજનોએ મેયર અને સંકલન સમિતિના ચેરમેન સામે પગલા લેવા માગ કરી હતીઆ ઘટનામાં કોટિયા પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરો તો જવાબદાર છે જ, પરંતુ તેની સાથે સાથે જે તે સમયે કોટિયા પ્રોજેક્ટનું ટેન્ડર પાસ કરનાર કોર્પોરેશનના અધિકારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારો, મેયર અને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સંકલન સમિતિના હોદ્દેદારોની પણ એટલી જ બેદરકારી છે. ટેન્ડર પાસ કરવામાં ભૂમિકા ભજવનાર જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર ડો.વિનોદ રાવ, તત્કાલીન સ્થાયી સમિતિના ચેરમેન ડો. જિગીશાબેન શેઠ અને સ્થાયી સભ્યો, મેયર ભરત ડાંગર, સંકલન સમિતિના તે સમયના મંત્રી રાકેશ પટેલ સહિત હોદ્દેદારો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે મૃતક બાળકોનાં પરિવારજનો અને શહેરીજનો દ્વારા માગ ઊઠી હતી. ડો.જિગીશાબેન શેઠ કોટિયા પ્રોજેક્ટનું ટેન્ડર મંજૂર કરવા બાબતે જે તે સમયના સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન ડો. જિગીશાબેન શેઠે જણાવ્યું હતું કે, પ્રથમ વખત ટેન્ડર મંજૂરી માટે આવ્યું ત્યારે નામંજૂર કરવામાં આવ્યું હતું. બાદમાં કંપનીએ ડોક્યુમેન્ટની પ્રોસિઝર પૂર્ણ કરી હશે. તેથી ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હશે. આ વાતને 5-6 વર્ષ થઇ ગયાં છે. હાલ ટેન્ડર વિશે વધુ યાદ નથી, પરંતુ ટેન્ડર નિયમોનુસાર જ મંજૂર કર્યું હશે.કોન્ટ્રાક્ટ આપ્યો તે સમયે સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન રહેલા ડો. જિગીશાબેન શેઠ મહામંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી સંકલન સમિતિમાં પ્રોજેક્ટ મંજૂર થયોસ્થાયી સમિતિમાં આવતાં કામો મંજૂર, નામંજૂર કરવા માટે સંકલન સમિતિ મળે છે. વાઘોડિયા રોડની ન્યૂસનરાઇઝ સ્કૂલનાં માસૂમ 12 બાળકો અને 2 શિક્ષકાઓનો ભોગ લેનાર હરણી મોટનાથ તળાવનું ટેન્ડર મંજૂરીનું કામ પણ સંકલન સમિતિમાં આવ્યું હતું. તે સમયે સંકલન સમિતિ તે સમયના ભાજપના મહામંત્રી રાકેશ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કોટિયા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.આ અંગે તત્કાલીન ભાજપના મહામંત્રી રાકેશ પટેલે જણાવ્યું હતું કે, સંકલન સમિતિમાં ટેન્ડરને લગતી પૂરી માહિતી આવતી નથી. કંપની ક્વોલિફાઇ છે કે નહીં તે જોવાની જવાબદારી કોર્પોરેશના વહીવટી વિભાગ એટલે કે તે સમયના કમિશનરની હોય છે. અમારે તો કઇ કંપનીએ કેટલો ભાવ ભરેલો છે અને કોઇ કંપનીને અન્યાય થાય નહીં તે જોવાનું હોય છ.મ્યુનિ.કમિશનરઆ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે, હરણી મોટનાથ તળાવના કોન્ટ્રાક્ટ આપવાની ટેન્ડર પ્રક્રિયામાં કોઇ ગેરરીતિ થઇ નથી. તમામ પાસાઓની ચકાસણી બાદ ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. ટેન્ડરમાં કંપની (કોટિયા પ્રોજેક્ટ) પાસેથી જે કોઇ ડોક્યુમેન્ટ લેવાયા બાદ જ ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. ટેન્ડર મંજૂર કરવામાં પાલિકાની કોઇ ભૂલ નથી. નોંધનીય છે કે, મ્યુનિસિપલ કમિશનરે આ વાત ઓન કેમેરા બોલવાનો ઇન્કાર કરી દીધો હતો. ઓન કેમેરા ન બોલવાનું કારણ બોટ દુર્ઘટના જ્યુડિશિયલ મેટર થઇ ગઇ હોવાનું જણાવ્યું હતું.કોટીયા પ્રોજેક્ટના માલિક વર્ષોથી ચલાવે છે મનોરથ ફરસાણ હાઉસવડોદરાના હરણી-મોટનાથ તળાવ હોડી દુર્ઘટનામાં મુખ્ય સુત્રધાર મેસર્સ કોટીયા પ્રોજેક્ટ મનાય છે. કોટીયા પ્રોજેક્ટના માલિક પિતા-પુત્ર હરીશ કોટિયા, બિનીત કોટીયા છેલ્લા કેટલાંક વર્ષોથી દિવાળીપુરા ખાતે આવેલી કોર્ટની સામેના કોમ્પ્લેક્સમાં "મનોરથ ફરસાણ હાઉસ" નામની દુકાન (હોટલ) ચલાવી રહ્યા છે. જ્યારે તેમની સાથે મોટનાથ તળાવના પ્રોજેક્ટમાં જોડાયેલા અને હાલ પોલીસ કસ્ટડીમાં લેવાયેલા આર્કિટેક ગોપાલદાસ શાહ અને પેટ્રોલ પંપના માલિક પરેશ શાહ મોટા ગજાના બિઝનેસમેનો છે. તેઓએ કોટીયા પ્રોજેક્ટ કંપનીનો ઉપયોગ કરીને પોતાનો ધંધો કરી લીધો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તે જ રીતે આ ગુનામાં હજુ ફરાર નિલેશ જૈન પણ સુરત અને વડોદરા નજીક આવેલા મનોરંજક પ્રોજેક્ટોનો ધંધો સેટ કરીને બેઠેલો હોવાનું જાણવા મળ્યું છે.

મળેલી માહિતી પ્રમાણે વડોદરા કોર્પોરેશન દ્વારા હરણી-મોટનાથ તળાવનું બ્યૂટિફિકેશન અને ડેવલપ કરવાનો 30 વર્ષનો કોન્ટ્રેક્ટ PPP ધોરણે જે-તે સમયે પોતાનો વ્યવસાય ફરસાણનો બતાવનાર કોટીયા પ્રોજેક્ટને આપ્યો હતા. જે કંપનીના માલિક પિતા-પુત્ર બિનિત કોટિયા અને હિતેશ કોટીયા છે. પાછળથી આ પ્રોજેક્ટમાં આર્કિટેક ગોપાલદાસ શાહ, પરેશ શાહ, હાલ ફરાર નિલેશ જૈન સહિત અન્ય પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે જોડાયા છે.નોંધનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા કોટીયા પ્રોજેક્ટના ભાગીદારોનું જે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. તે ટેન્ડર ખોટી રીતે મંજૂર કરવામાં આવ્યું હતું તે હકીકત છે. આ ટેન્ડર મંજૂર કરવા માટે આર્કિટેક ગોપાલદાસ શાહે ટેક્નિકલ રસ્તો કાઢી પોતે કન્સલટન્ટ તરીકે ભાગીદાર બની ગયા હતા અને પરેશ શાહ પોતાની રાજકીય વગ વાપરીને ટેન્ડર મંજૂર કરાવવામાં મદદરૂપ થયા હોવાનું કહેવાય છે. જોકે, પરેશ શાહે આ પ્રોજેક્ટમાં પોતે ભાગીદાર રહ્યા ન હતા પરંતુ, આ કંપનીમાં પાછળથી પોતાના પુત્ર સહિત પરિવારના સભ્યોને કંપનીના ડાયરેક્ટરો બનાવી દીધા હતા.મળેલી માહિતી પ્રમાણે ગોપાલદાસ શાહ કોટીયા પ્રોજેક્ટમાં પોતાનો હિસ્સો 30 વર્ષ સુધી આવતો રહે તેવી ગોઠવણ કરી દીધી હતી. તે જ રીતે પરેશ શાહે પણ ગોઠવણ કરી દીધી હતી. સાથોસાથ બંને કૌટુંબિક સાઢુભાઇઓ પોતાનો મૂળ વ્યવસાય ધમધોકાર ચાલુ રાખ્યો હતો. કોટીયા પ્રોજેક્ટ કંપનીના મૂળ માલિક પિતા-પુત્ર બિનિત કોટીયા અને હરીશ કોટીયાએ દિવાળીપુરા ખાતે આવેલી કોર્ટની સામેના કોમ્પ્લેક્સમાં નાસ્તાની દુકાન શરૂ કરવા સાથે પોતાની કંપનીની રોયલ્ટી મળી રહે એવો ખેલ પાડી દીધો હતો.પ્રોજેક્ટ હસ્તગત કર્યોઉલ્લેખનીય છે કે, આ હોડી દુર્ઘટનામાં નિલેશ જૈન ફરાર છે. આ પ્રોજેક્ટમાં નિલેશ જૈનનો ઉમેરો થયો હતો. જે આ હોડી દુર્ઘટનામાં હજુ ફરાર છે. આ હોડી દુર્ઘટનામાં ઝડપાયેલા આરોપીઓ હવે દુર્ઘટનાનો ગાળીયો નિલેશ જૈનના ગળામાં પહેરવાનો તખતો ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. એવુ કહેવાય છે કે, નિલેશ જૈને ફેબ્રુઆરી, 2023માં ડોલ્ફિન એન્ટરટેઈનમેન્ટ કંપની (સરનામુ- 1, સૂરજપાર્ક સોસાયટી, ગંગા-જમના સોસાયટી સામે, સુભાનપુરા, વડોદરા) બનાવી હતી અને કોટીયા પ્રોજેક્ટ આખો પોતાના હસ્તગત કરી લીધો હતો.નિલેશ જૈને ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ કંપનીના અંડરમાં કોટીયા પ્રોજેક્ટ લઇ લીધા બાદ તેણે કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો પિતા-પુત્ર બિનીત કોટીયા અને હરીશ કોટીયાને કોર્પોરેશન દ્વારા કોટીયા પ્રોજેક્ટના નામે કોન્ટ્રેક્ટ પાસ કર્યો હોવાથી તેને 25 ટકા રોયલ્ટી ચૂકવતો હતો. તે જ રીતે બોટનો કોન્ટ્રેક્ટ કલ્પેશ ભટ્ટનો હોવાથી તેણે પણ ભાડૂ ચૂકવતો હતો. તે જ રીતે ફાઇનાન્સર તરીકે જોડાયેલા આરોપી પરેશ શાહ, આર્કિટેક્ટ ગોપાલદાસ શાહ સહિતના કોટીયા પ્રોજેક્ટ હેઠળ લેક ઝોનમાં કામ કરતા હતા. તેઓને નક્કી થયા મુજબનું ચૂકવણું કરતો હતો અને તમામ ચૂકવણી તે ડોલ્ફીન એન્ટરટેનમેન્ટના બેન્ક એકાઉન્ટ મારફત ચૂકવતો હોવાનું કહેવાય છ

Reporter: News Plus

Related Post