શહેરની ઐતિહાસીક ઇમારજો જર્જરીત થઇ રહી છે પણ તેની સંભાળ પણ રાખવામાં તંત્ર નિષ્ફળ.
કલા અને સાંસ્કૃતિક નગરી તરીકે નામના પામેલા વડોદરા શહેરમાં સ્થાનિક તંત્ર નપાણીયું સાબિત થઇ રહ્યું છે.
શહેરની ઐતિહાસીક ઇમારજો જર્જરીત થઇ રહી છે પણ તેની સંભાળ પણ રાખવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. હેરીટેઝ ઇમારતને હવે ધાર્મિક સંસ્થા દ્વારા જૂતા મુકવાનું સ્થાન બનાવી દેવાયું છે તે પણ શહેરને ક્રીયેટીવ સિટી અને હેરિટેઝ સિટી બનાવાની વાતો કરતા તંત્રને દેખાતું નથી. સ્થાયી સમિતીના હિન્દુત્વના બણગાં ફૂકનારા ચેરમેનને આ જગ્યાએથી રોજ અવર જવર કરે છે પણ તેમને પણ આ દેખાતું નથી તો કોર્પોરેશનમાં હિન્દુત્વના નામે ચૂંટાયેલા કેટલાય નેતાઓ અને ખુદ પાલિકાના અધિકારીઓ પણ રોજ અહીંથી પસાર થાય છે પણ તેમને પણ આ દુર્દશા દેખાતી નથી.
તંત્રએ તો સીસી ટીવી કેમેરા પણ લગાવેલા છે છતાં આ દુર્દર્શા સામે કોઇ પગલાં લેવાયા નથી. અધિકારીઓ અને નેતાઓ ફક્ત આવી હેરિટેઝ ઇમારતોની જાળવણી કરવાની મોટી મોટી વાતો જ કરે છે પણ જ્યારે આવી દુર્દર્શા થતી નજરે નિહાળતા હોવા છતાં કોઇ પગલાં લેતા નથી. હેરિટેજ ઇમારતોની જાણવણી કરવી એ તંત્ર અને લોકો માટે ફરજ છે પણ છતાં લોકો પણ ફરજ ચૂકે છે પણ કોર્પોરેશનનું તંત્ર પણ પોતાની ફરજ ચૂકે છે. આ સ્થળે વિઝીટ કરીને યોગ્ય પગલાં લેવાય તેવી માગ કરાઇ રહી છે.
Reporter: admin