દિલ્હી: NCR સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં બુધવારે રાત્રે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ભયંકર વરસાદ અને તોફાનથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું.

અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે, ત્યારે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ છે. દિલ્હીના સફદરજંગમાં 79 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. ગાઝિયાબાદમાં વાવાઝોડા બાદ ભારે વરસાદ શરૂ થઈ ગયો. જ્યારે કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. બાગપતમાં ભારે તોફાન અને વરસાદ સાથે કરા પડ્યા. દિલ્હી-તીન મૂર્તિ માર્ગ પર ચાલતી ટેક્સી પર વૃક્ષ પડ્યું. જો કે, સદનસીબે જાનહાનિ થવા પામી નથી.પૂર્વ દિલ્હીના યમુના વિહાર, ભજનપુરા અને ગોકલપુરી જેવા વિસ્તારોમાં ધૂળનું તોફાન આવ્યું જેને લઈને વિઝિબિલિટી ઓછી થઈ ગઈ. નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં પણ ભારે તોફાન આવ્યું, અનેક જગ્યાઓ પર વૃક્ષો પડવાના સમાચાર છે, જેનાથી ટ્રાફિક જામ થયો અને વીજ પુરવઠો પણ ખોરવાયો છે.
દિલ્હીમાં તોફાનના કારણે તાપમાનમાં 14 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના અનુસાર, તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.ભારે પવનો સાથે ભારે વરસાદે સમગ્ર દિલ્હી-NCR વિસ્તારને પ્રભાવિત કર્યો. પાલમમાં 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલેલા તેજ પવનથી અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા અને વીજગુલ થઈ ગઈ. ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (ટર્મનિલ-3) પર ધૂળની આંધી ચાલી. ત્યારબાદ ભારે વરસાદ પણ થયો. સૂત્રોના અનુસાર, અલગ અલગ એરપોર્ટ પર દિલ્હી આવનારી ફ્લાઈટ્સને રોકી દેવામાં આવી અથવા ડાયવર્ડ કરી દેવાઈ.DMRCએ કહ્યું કે, અચાનક આવેલા તોફાનના કારણે કેટલીક જગ્યાઓ પર OHE અથવા બહારની વસ્તુઓના મેટ્રો ટ્રેક પર પડવાથી કેટલુક નુકસાન થયું છે. શહીદ નગર, જહાંગીરપુરી અને નિઝામુદ્દીન સ્ટેશનોની નજીક તબક્કાવાર રેડ, યલો અને પિંક લાઇનો પર મેટ્રો સેવાને અસર પહોંચી છે.
Reporter: admin