વડોદરા મા લોકસભાની ચૂંટણીની નો ઘમઘમાટ શરૂ થયો છે. અને ચૂંટણી ના સ્ટાર પ્રચારકો વડોદરા મા આવી રહીયા છે. આજે સાંજે રાજ્યના ગૃહમઁત્રી હર્ષ સંઘવી વડોદરા મા ચાલી રહેલ રાજકીય વિવાદ ને ડેમેજ કન્ટ્રોલ કરવાના ભાગ રૂપે હર્ષ સંઘવી શહેર ના રાજકીય નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા વિચારણા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે બેઠક કરશે. લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યાંથી શિસ્તથી વરેલી પાર્ટીમાં આશિસ્ત જોવા મળી રહી છે. રંજનબેન ને જ્યારે ટિકિટ આપવામાં આવી ત્યારે તેમની સામે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને સામેથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ડોક્ટર હેમાંગ જોશીને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે પણ ભાજપ ની અંદર છૂપો રોષ જોવા મળી રહ્યો છે. યુવા કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે સિનિયર નેતાઓ નારાજ હોય તેમ લાગી રહ્યું છે. તેને લઈને આજે ગૃહ મંત્રી હર્ષ સંઘવી વડોદરા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે સંગઠનના હોદ્દેદારો, સાંસદ, ધારાસભ્ય પ્રભારી સહિત એક બેઠક કરશે.તેમજ દેશના ગૃહ મંત્રી અમિત શાહ નવી સાંજ ના સમયે વડોદરા આવશે અને રણમુખતેશ્વર થી માંડવી, ન્યાયમંદિર સૌથી લાંબા રોડ શો ની શરૂઆત થશે. જે રોડ શો મા વડોદરા ના હજારો લોકો જોડાશે. આ રોડ શો પ્રતાપનગર, માંડવી, ન્યાય મંદિર, અને માર્કેટ સુધી રોડ શો કરશે. રોડ શો માટે તંત્ર અને સંગઠન દ્વારાતડામાર તૈયારીઓ ચાલી રહી છે.
Reporter: News Plus