અમદાવાદ : બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના પ્રકરણમાં નોંધાયલેી ફરિયાદના કેસમાં એક અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટ પ્રોસીડીંગ્સના લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન સીગારેટ પીવાની ચૂક દાખવતાં સીંગલ જજે સમગ્ર મામલો કન્ટેમ્પ્ટ બેંચમાં રિફર કર્યો હતો. જેને પગલે જસ્ટિસ એ.એસ.સુપહિયા અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની ખંડપીઠે આ અરજદારનો ઉધડો લઈ નાંખ્યો હતો અને તેને 50 હજાર રૂપિયાનો સબક સમાન દંડ ફટકાર્યો હતો.
થોડા દિવસ પહેલાં પણ હાઇકોર્ટની સુનાવણીમાં લાઈવ સ્ટ્રીમીંગ દરમિયાન શૌચાલયમાંથી કેસની સુનાવણીમાં ભાગ લેનાર એક અરજદારને હાઇકોર્ટે બે લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ આ બીજી ઘટના છે, જેમાં લાઇવ સ્ટ્રીમિંગની સુનાવણી દરમિયાન અરજદાર દ્વારા અદાલતની ગરિમા અને ન્યાયતંત્રનું સન્માન જળવાયું ના હોય.બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ખોટી રીતે લાભ લેવાના પ્રકરણમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધાઇ હતી.
આ પ્રકરણમાં ધરપકડથી બચવા અરજદાર દ્વારા આગોતરા જામીન અરજી કરાઇ હતી અને તે હાઇકોર્ટની પ્રોસીડીંગ્સમાં લાઇવ સ્ટ્રીમિંગમાં જોડાયો ત્યારે તેણે સીગારેટ પીધી હતી. સીંગલ જજે આ બાબતની ખૂબ જ ગંભીર નોંધ લઈ તાત્કાલિક મામલો કન્ટેમ્પ્ટ બેંચમાં મોકલી આપ્યો હતો.
Reporter: admin