News Portal...

Breaking News :

ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા આજ રોજ સયાજી હાઈસ્કુલમા વ્યસનમુક્તિ અભિયાન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો

2024-08-11 12:54:04
ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા આજ રોજ સયાજી હાઈસ્કુલમા વ્યસનમુક્તિ અભિયાન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો


પ્રેઝન્ટેશન - વિડિયો અને પ્રવચનો ના માધ્યમથી, વ્યસન શુ છે ?, યુવા ઓ વ્યસન મા કેવી રીતે ફસાઈ જાય છે ? અમા થી કઈ રીતે બચી શકાય અને યુવા શક્તિને નવસૃજન મા કઈ રીતે નિયોજીત કરી શકાય તેની વિસ્તૃત સમજણ વરેણ્યમ્ યુથ ગૃપ અનિલભાઈ રાવલ અને વડોદરા શહેર યુવા પ્રભારી સુરેખ તલાટી એ આપી હતી 


શાળાના પ્રિન્સીપાલ એ વરેણ્યમ્ યુથ ગૃપનો આભાર માન્યો હતો વિશેષ સહયોગ સુરેખા તલાટી ગોત્રી પંચામૃત શાખા સંચાલક હસુ ત્રીવેદી વરિષ્ઠ કાર્ય કરતા લીલા પરમાર, વિનોદ પટેલ વરેણ્યમ્ ટીમ અમીત પુરોહિત, મનહર, ઠાકોરભા, વિનય કેવલરામાની સૌ નો ખુબજ સુંદર સરાહનીય સહયોગ પ્રાપ્ત થયો હતો ૨૦૦ થી પણ વધારે સમગ્ર શિક્ષક ગણ પ્રિન્સીપાલ વિધાર્થીઓ સાથે મળીને વ્યસન થી દુર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી, વ્યસનમુક્તિ સાહિત્યનુ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું 


વિષેશ મા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા ની વાત સમજાવી અને ભા.સ.જ્ઞાન પરીક્ષા શાળા મા દર વર્ષે લેવામાં આવે છે આ વર્ષે વધારે મા વધારે વિધાર્થીઓ પરીક્ષા આપે તેવો સમગ્ર શિક્ષક ગણ પ્રયત્ન કરશે પ્રિન્સીપાલ  એ વિશ્વાસ આપ્યો હતો

Reporter: admin

Related Post