જો ઘરે બાસુંદી બનાવવી હોય તો તેના માટે સામગ્રી માટે એક લીટર દૂધ, એક ચમચી ઈલાયચી પાવડર, દોઢ કપ ખાંડ, ગડપણ સ્વાદ અનુસાર લઇ શકો, 7થી 8 કાપેલી બદામ,5 એક પિસ્તા લાંબા કાપેલા, કેસર ની જરૂર પડે.
હવે બાસુંદી બનાવવા માટે એક જાડા તળિયાવાળું અથવાતો નોનસ્ટિક વાસણ લો. તેમાં દૂધને ધીમી આંચ પર ગરમા કરો. બને તો દૂધ ઉકળે ત્યા સુધી હલાવતા રહો, જેથી તડીયામા દૂધ ચોંટી ન જાય. દૂધ થોડું ઉકળે એટલે તેમાં કેસર એલચી પાવડર અને ખાંડ ઉમેરી હલાવતા રહો.
આ દૂધ ને પાંચ થી સાત મિનિટ સતત હલાવતા રહો જેથી ખાંડ પણ બરોબર ઓગળી જાય. હવે ગેસ ને બંધ કરી તેમાં ડ્રાયફ્રુટ ઉમેરી મિક્ષ કરી ઠંડી પડવા દો. આ બનાવવી એકદમ સરળ છે, જો કોઈએ ક્યારેય બાસુંદી નઈ બનાવી હોય તોપણ આ રીતે બનાવી શકે છે.
Reporter: admin