ગૌરીવ્રતના પાવન પર્વ નિમિત્તે વડોદરા શહેરના કેવડાબાગ ખાતે દિવ્યાંગ બાળાઓ માટે વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાઈ બ્લાઈન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને સહયોગી સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાળાઓને મહેંદી મૂકવામાં આવી હતી તેમજ વ્રત માટે જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વ્રત રાખતી બાળાઓને ઉત્સાહભેર મહેંદી લગાવવામાં આવી હતી. આ ઉપરાંત બાળાઓને ઉપવાસ માટે ઉપયોગી સામગ્રી, ડ્રાયફ્રૂટ્સ, તાજા ફળો તેમજ મેકઅપ અને શૃંગારની વિવિધ વસ્તુઓ ભેટરૂપે આપવામાં આવી હતી.

આયોજકોએ જણાવ્યું હતું કે, ગૌરીવ્રત જેવા ધાર્મિક પર્વની ઉજવણીમાં દિવ્યાંગ બાળાઓને પણ સામેલ કરી તેમના ચહેરા પર ખુશી લાવવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાભાવી પ્રવૃત્તિ દ્વારા બાળાઓને પ્રોત્સાહન અને સહયોગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


Reporter: admin







