News Portal...

Breaking News :

ગેંગસ્ટર કલ્પેશ કાછિયાને આખરે દમણથી વડોદરા પોલીસે ઝડપ્યો

2024-12-18 13:56:01
ગેંગસ્ટર કલ્પેશ કાછિયાને આખરે દમણથી વડોદરા પોલીસે ઝડપ્યો


વડોદરા : શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં ગેંગસ્ટર કલ્પેશ કાછિયાનું નામ ખુલ્યું હતુ. ત્યારથી જ તે પોલીસ ધરપકડથી બચવા માટે આમ તેમ ભાગી રહ્યો હતો. 


આ મામલે આગોતરા જામીન મેળવવા કાછિયાએ કોર્ટમાં અરજી પણ કરી હતી. પરંતુ કોર્ટે તેના આગોતરા જામીન ના મંજુર કર્યા હતા. તેવામાં વડોદરા પોલીસની PCB ટીમને મોડી રાત્રે બાતમી મળતા દમણથી ધરપકડ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.શહેરના ફ્રુટના વેપારીએ સંતોષ ઉર્ફે અકુ ભાવસાર પાસેથી વર્ષ 2012થી 2020 સુધીમાં અલગ અલગ સમયે રૂ. 47 લાખ વ્યાજે લીધા હતા. જેની સામે ફ્રુટના વેપારીએ અત્યાર સુધીમાં અલગ અલગ સમયે આશરે પોણા બે કરોડ જેટલી રકમ પરત કરી હતી. છતાંય સંતોષ ભાવસાર દ્વારા વેપારી પાસે રૂપિયાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ ત્રાસથી કંટાળી આખરે ફીનાઇલ પી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો.


આ મામલે નવાપુરા પોલીસે સંતોષ ભાવસાર સામે ગુનો નોંધી તેની પુછતાછ કરતા તેણે પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે, આ રૂપિયા તેને કલ્પેશ ઉર્ફે કાછિયા પાસેથી લઇ વેપારીને આપ્યા હતા. જેથી પોલીસે સંતોષ અને કાછિયા બન્નેના કોલ રેકોર્ડ તેમજ બેન્ક ખાતાની વિગતો તપાસ કરતા સમગ્ર મામલો ખુલ્લો પડતા પોલીસે કલ્પેશ કાછિયાની શોધખોળ હાથ શરૂ કરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો.આ દરમિયાન કલ્પેશ કાછિયાએ પોલીસ ધરપકડથી બચવા સારૂ કોર્ટમાં વકીલ મારફતે આગોતરા જામીન અરજી મુકી હતી. જેની સુનવણી ગતરોજ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આગોતરા જામીન ના મુંજર કરવા વિવિધ કારણો સાથેનું કોર્ટમાં સોગંદનામુ રજુ કર્યું હતુ. જોકે કોર્ટે કાછિયાના આગોતરા જામીન ના મંજુર કર્યા હતા.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે વડોદરા PCB ની ટીમને કાછિયા અંગે બાતમી મળતા એક ટીમ દમણ ખાતે રવાના થઇ હતી અને તેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. જોકે આ મામલે PCB પી. આઇ એસ.બી ટંડેલ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે આ વાતની પુષ્ટી કરી હતી.

Reporter: admin

Related Post