વડોદરા, 3 સપ્ટેમ્બર, 2024: તાજેતરની વડોદરામાં તબાહી મચાવનાર ગંભીર પૂરને ધ્યાનમાં રાખીને, વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશને આ વર્ષના નવરાત્રી દરમિયાન યોજાતા ગરબા ઉત્સવના ફંડને રાહત પ્રવૃત્તિઓ તરફ વિમુક્ત કરશે અને પૂરની અસરગ્રસ્ત નાગરિકોને રાહત આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
સામાન્ય રીતે વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન છેલ્લાં બે વર્ષથી ઉત્સવોનું આયોજન ખુબ જ ગર્વથી કરે છે, પરંતુ આ વર્ષે થયેલ આર્થિક નુકસાન, ઘરોને વ્યાપક નુકસાન અને પૂરના કારણે જીવન અને આજીવિકાને થયેલ ગંભીર નુકશાનને ધ્યાનમાં રાખીને, તેણે આ વર્ષે લોકોના મદદરૂપ થવામાં પ્રાથમિકતા આપવાનો સમજણભર્યો નિર્ણય લીધો છે.આ કટોકટી સામે પગલાં લેતા, વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશને તેના સંસાધનોનો ઉપયોગ, પૂરથી પ્રભાવિત લોકોને રાહત આપવાના પ્રયત્નો તરફ કરવાનો નિર્ણય લીધો છે. ફાઉન્ડેશને અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ્સ અને પીવાના શુદ્ધ પાણીનું વિતરણ કરવાનું શરૂ કરી દીધું છે. આગળ વધીને, તે સમગ્ર વડોદરામાં મેડિકલ કેમ્પનું આયોજન કરીને આરોગ્યસંભાળ અને સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ગરબા ઉત્સવ માટે શરૂઆતમાં ફાળવવામાં આવેલ ફંડનો ઉપયોગ હવે આ મેડિકલ કેમ્પને સમર્થન આપવા, વોર્ડવિઝાર્ડ હોસ્પિટલો દ્વારા આવશ્યક દવાઓનું વિતરણ કરવા અને અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, નોટબુક અને સ્ટેશનરી કીટનું વિતરણ કરવા માટે કરવામાં આવશે.વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશનના ટ્રસ્ટી, સુશ્રી શીતલ ભાલેરાવે જણાવ્યું હતું કે, વડોદરામાં તાજેતરના પૂરથી પ્રભાવિત થયેલા લોકો પ્રત્યે અમારી સહાનુભૂતિ દર્શાવીએ છીએ. અમે માનીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં રાહત પ્રયાસોને પ્રાથમિકતા આપવી અને લોકોને દરેક રીતે સમર્થન આપવું મહત્વપૂર્ણ છે. આ વર્ષે, ગરબા ઉત્સવમાં ભાગ લેવાને બદલે, અમે જરૂરિયાતમંદોને મદદ કરવા માટે અમારા સંસાધનો સમર્પિત કરી રહ્યા છીએ.વોર્ડવિઝાર્ડ ટીમ આ પડકારજનક સમયમાં વડોદરાના લોકો સાથે એકજુટ થઈને ઊભા રહેવા માટે પ્રતિબદ્ધ છે.
Reporter: admin