News Portal...

Breaking News :

અવારનવાર રોડ ડિવાઇડર રીનોવેશન કરી પ્રજાકીય નાણાનો વ્યર્થ બગાડ

2025-05-27 15:21:38
અવારનવાર રોડ ડિવાઇડર રીનોવેશન કરી પ્રજાકીય નાણાનો વ્યર્થ બગાડ


વડોદરા :કોર્પોરેશન દ્વારા અવારનવાર રોડ ડિવાઇડર રીનોવેશનના નામે તોડીને નવા બનાવવામાં આવે છે. જેમાં ડિવાઇડરમાં વપરાયેલા બ્લોક સારી હાલતમાં હોવા છતાં કાટમાળમાં ફેંકી દેવામાં આવે છે. આવું કરવાથી પ્રજાકીય નાણાનો બગાડ થાય છે. 



ફતેગંજ પોલીસ સ્ટેશનથી છાણી જકાત નાકા સુધી નવો રોડ બનાવવાની કામગીરીમાં જે સેન્ટ્રલ રોડ ડીવાઈડર સારું હોવા છતાં તોડીને નવું કરવામાં આવી રહ્યું છે.વોર્ડ નંબર એકના કોંગ્રેસના કોર્પોરેટરના કહેવા મુજબ રોડ ડિવાઇડરના બ્લોક પણ મજબૂત અને સરસ લગાડવામાં આવ્યા હતા છતાં પણ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા આખેઆખું ડીવાઈડર કાઢીને નવું બનાવી રહ્યા છે.


જ્યારે રોડનું કામ મંજૂરી માટે મૂકવામાં આવ્યું ત્યારે એન્જિનિયરોએ જોયું પણ નહીં હોય કે સેન્ટ્રલ ડીવાઈડર તો સારું જ છે. થોડા મહીના પહેલા જ આ ડીવાઈડરને કલર કરીને નવું કરવામાં આવ્યું હતું છતાં પણ છોડીને નવું કરવામાં આવી રહ્યું છે.

Reporter: admin

Related Post