બક્ષીપંચ મોરચો, ભા.જ.પા., વડોદરા તથા ટીમ સહાય ના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નંબર ૬ ખાતે મોદી ઓપ્ટિકલ દ્વારા આંખની મફત તપાસ, બ્લડ ગ્રૂપ ચેક, નિ શુલ્ક હેલ્થ અને બોડી ફેટ એનાલિસિસ કેમ્પ નું આયોજન કરાયું હતું.
વડોદરા શહેર દાદી ચૈનાની સ્કૂલ, ઝુલેલાલ મંદિર ખાતે બક્ષીપંચ મોરચો, ભા.જ.પા., વડોદરા તથા ટીમ સહાય ના ઉપક્રમે આજે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત નો કાર્યકમ યોજાયો હતો. સાથે બ્લડ ગ્રૂપ ચેકઅપ, નિ શુલ્ક હેલ્થ અને બોડી ફેટ એનાલિસિસ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ એ આ કેમ્પ નો લાભ લીધો હતો
સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાતના 117માં સંબોધનમાં બંધારણ મુદ્દે ટીપ્પણી કરી હતી. તેમણે મહાકુંભ અને પ્રયાગરાજનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, આપણા બંધારણના સર્જકોએ આપણને જે બંધારણ સોંપ્યું છે કે, તે સમયની દરેક કસોટી પર ખરૂ ઉતર્યું છે. 2025માં 26 જાન્યુઆરીએ આપણે 75મો પ્રજાસત્તાક દિન ઉજવીશું. જે આપણા માટે ગૌરવની વાત કરી હતી અને દેશના નાગરિકોને બંધારણના વારસા સાથે જોડવા ખાસ http://constitution75.com વેબસાઈટ શરૂ કરી હતી આ કેમ્પમાં પ્રમુખ; ચંદ્રકાંતભાઈ ગજજર, પરેશભાઈ ચૌહાણ - મહામંત્રી જયેશ મિસ્ત્રી, શહેર કારોબારી સભ્ય - બક્ષીપંચ મોરચો, ભારતીય જનતાના સભ્યો સાથે ટીમ સહાયના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin