News Portal...

Breaking News :

દિલ્હીમાં યમુના નદીમાં ન્હાવા ગયેલા ચાર બાળકો ગુમ, બચાવ કામગીરી ચાલુ

2026-07-13 15:33:19
દિલ્હીમાં યમુના નદીમાં ન્હાવા ગયેલા ચાર બાળકો ગુમ, બચાવ કામગીરી ચાલુ

દિલ્હીના બાહ્ય વિસ્તારમાં આવેલા હિરનકી ગામ નજીક યમુના નદીમાં ન્હાવા ગયેલા ચાર બાળકો ગુમ થતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, નદીના તેજ પ્રવાહમાં ચારેય બાળકો વહાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, એનડીઆરએફ (NDRF) અને અન્ય બચાવ દળો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. નદીમાં બોટ અને વિશેષ સાધનોની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જોકે, સમાચાર લખાઈ રહ્યા હતા ત્યાં સુધી ચારેય બાળકોનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

પોલીસે જણાવ્યું છે કે સમગ્ર વિસ્તારની સઘન તપાસ ચાલી રહી છે અને બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં શોક અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રશાસને લોકોને વરસાદી ઋતુ દરમિયાન નદી અને જળાશયોમાં ઉતરવાથી દૂર રહેવાની અપીલ કરી છે.

Reporter: admin

Related Post