વડોદરાના રમતવીરોને તેમજ ખેલ, સંસ્કૃતિ અને ખેલદિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી સાંસદ ડૉ. હેમાંગ જોષી દ્વારા ત્રિ-દિવસીય ‘સાંસદ ખેલ સ્પર્ધા-૨૦૨૪’ નું આયોજન કરવામાં આવ્યું છે.

આજથી શરૂ થઇને ૧૨ જાન્યુઆરી સુધી ચાલનારી આ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે મોટી સંખ્યામાં બાળ, યુવા રમતવીરો ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પ્રસંગે મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, રમતવીરોને જીવનમાં રમતગમત અને ખેલદિલીનું મહત્વ સમજાવી ત્રિ-દિવસીય ખેલ સ્પર્ધા માટે ઉર્જાવાન બનાવતા કહ્યું કે, “૧૫ હજાર જેટલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. હજારો બાળકો આ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે, ત્યારે સ્પર્ધામાં ભાગ લેતા ૧૫ હજારથી વધારે બાળકોને હું અભિનંદન આપવા વડોદરા આવ્યો છું”.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી ભારતને ૨૦૪૭ માં વિકસિત ભારતના સંકલ્પને સાંકાર કરવા માટે આપણે સૌ સાથે મળીને બાળકો,યુવાનો કે વૃધ્ધોને રમતથી સ્વસ્થ બનાવવા માટે આગળ વધવું પડશે.આપણા દેશના ખેલાડીઓએ ૧૦ વર્ષની અંદર ૫૫ મેડલ પ્રાપ્ત કર્યા છે.પારા ઓલમ્પિકમાં ૨૮ મેડલ, ઓલમ્પિકમાં ૬ મેડલ પ્રાપ્ત કર્યા છે.






Reporter: admin