ટ્રાફિક શાખાની કામગીરીથી રાહદારીઓ માટે સુરક્ષિત અવરજવર, ગેરકાયદે પાર્કિંગ પર લગામ
વડોદરા શહેરમાં ફૂટપાથ પર થતી ગેરકાયદે વાહન પાર્કિંગની સમસ્યાના કાયમી નિરાકરણ માટે મહાનગરપાલિકાની ટ્રાફિક શાખા દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. અમિતનગર ચાર રસ્તાથી સમા લિંક રોડ સુધીના માર્ગ પર ફૂટપાથ પર આડેધડ પાર્કિંગ થવાને કારણે રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.આ સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આશરે ૧૮૭ મજબૂત બોલાર્ડ્સ (Bollards) સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આ પગલાથી હવે ફૂટપાથ પર વાહનો પાર્ક થવાથી રોકાશે અને રાહદારીઓ માટે ચાલવાની જગ્યા ખુલ્લી તેમજ સુરક્ષિત બની રહેશે.મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ બોલાર્ડ્સ લાગ્યા બાદ રાહદારીઓ કોઈપણ પ્રકારની અડચણ કે ભય વગર ફૂટપાથનો ઉપયોગ કરી શકશે, જેના કારણે તેમની સુરક્ષામાં વધારો થશે. સ્થાનિક નાગરિકોએ પણ આ કામગીરીને સ્વાગત આપ્યું છે અને તંત્રના પ્રયાસોને બિરદાવ્યા છે.તંત્ર દ્વારા શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જાહેર મિલકતો અને ફૂટપાથનો ઉપયોગ માત્ર નિર્ધારિત હેતુ માટે જ કરવામાં આવે. ટ્રાફિક નિયમોનું પાલન અને યોગ્ય સ્થળે પાર્કિંગ કરવાથી શહેરને વધુ વ્યવસ્થિત અને સુલભ બનાવવામાં સહકાર મળે તેવી પણ અપીલ કરવામાં આવી છે.
Reporter: admin







