સુરસાગર ખાતે પાણીપૂરી અને . અન્ય ખાણીપીણીની લારીઓ પર સ્વચ્છતા જાળવવામાં ન આવતી હોવાની ફરિયાદને આધારે ખોરાક શાખાએ ચેકિંગ કર્યું હતું.
જેમાં 22 3 લારી અને 4 દુકાનમાં ચેકિંગ વેળા 1 15 કિલો બટાકા અને 80 લિટર - પાણીનો નાશ કરી રજિસ્ટ્રેશન 1 વિનાની 5 લારી બંધ કરાવી હતી. ખોરાક શાખાએ સુરસાગરની આસપાસ પાણીપૂરી, પાંઉભાજી,કુલ્ફી અને ચાઈનીઝ ફૂડ વેચતી લારી-દુકાનોમાં ચેકિંગ કર્યું હતું.
જેમાં પાણીપુરીનું પાણી ગટરમાં ઠાલવ્યું હતું. જ્યારે બટાકાનો જથ્થો અખાદ્ય જણાતાં નાશ કર્યો હતો. તમામ વેપારીઓ પાસે ખોરાક શાખાનું રજિસ્ટ્રેશન માગતા 5 લારી પાસે સર્ટિફિકેટ મળ્યું ન હતું જેથી તેઓની લારીઓ બંધ કરાવી હતી. મ્યુ. કમિશનરની સૂચનાથી ખોરાક શાખા રોજ કેરીનો રસ વેચતા તંબુ અને શેરડીના રસના કોલા પર તપાસ કરે છે.
Reporter: News Plus