News Portal...

Breaking News :

અલીરાજપુરમાં પાંચ લોકો ફાંસીના માંચડે લટકતી હાલતમાં મળી આવ્યા

2024-07-01 16:52:04
અલીરાજપુરમાં પાંચ લોકો ફાંસીના માંચડે લટકતી હાલતમાં મળી આવ્યા


અલીરાજપુર: અત્રેના એક ઘરમાં પાંચ લોકો ફાંસીના માંચડે લટકતી હાલતમાં મળી આવતાં ખળભળાટ મચ્યો છે. પતિ-પત્ની અને ત્રણ બાળકોના શબ મળવાની માહિતી મળતાં જિલ્લાના એસ.પી. ઘટનાસ્થળે આવ્યા હતા


આ હત્યા છે કે સામૂહિક આપઘાત? એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તે વિશે ખુલાસો થઇ શકશે. પોલીસ હાલમાં એફએસએલ ટીમની રાહ જોઈ રહી હતી. ખાસ વાત એ છે કે આ ઘટનાએ આજના દિવસે જ એટલે કે 1 જુલાઈ 2018ના રોજ દિલ્હીના બુરાડીમાં બનેલી ઘટનાની યાદ અપાવી છે.દિલ્હીમાં પણ બની હતી આવી ઘટના અગાઉ દિલ્હીના બુરાડીમાં સામૂહિક આપઘાતના કેસથી  દેશ હચમચી ગયો હતો. આજે 1 જુલાઈએ આ કાંડને 6 વર્ષ વીતી ગયા. 30 જૂન 2018ની મોડી રાતે 12 વાગ્યાથી એક વાગ્યાની આસપાસ ચુંડાવત પરિવારના 11 લોકોએ આપઘાત કરી લીધો હતો. દસ લોકો ફાંસીના માચડે લટકી ગયા હતા. જોકે પરિવારના સૌથી વૃદ્ધ સભ્ય દાદીને ગળે ટૂંપો આપી દેવામાં આવ્યો હતો. 


આગામી દિવસે એટલે કે 1 જુલાઈ 2018ના રોજ મૃત્યુ બાદ વહેલી સવારે તેમના શબ ઘરેથી મળી આવ્યા હતા. અગાઉ દિલ્હીના બુરાડીમાં સામૂહિક આપઘાતના કેસથી આખું દેશ હચમચી ગયું હતું. આજે 1 જુલાઈએ આ કાંડને 6 વર્ષ વીતી ગયા. 30 જૂન 2018ની મોડી રાતે 12 વાગ્યાથી એક વાગ્યાની આસપાસ ચુંડાવત પરિવારના 11 લોકોએ આપઘાત કરી લીધો હતો. દસ લોકો ફાંસીના માચડે લટકી ગયા હતા. જોકે પરિવારના સૌથી વૃદ્ધ સભ્ય દાદીને ગળે ટૂંપો આપી દેવામાં આવ્યો હતો. આગામી દિવસે એટલે કે 1 જુલાઈ 2018ના રોજ મૃત્યુ બાદ વહેલી સવારે તેમના શબ ઘરેથી મળી આવ્યા હતા.

Reporter: News Plus

Related Post