મકરપુરા જીઆઇડીસીના કોમન પ્લોટમાં કોર્પોરેશન દ્વારા ફાયબર વેસ્ટ નાખવામાં આવતો હતો. આ ફાયબર વેસ્ટમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી.પરતુ હજુ સુધી આગ પર કાબુ નથી મેળવ્યો.
. કોર્પોરેટ અને વિસીસી આઇ ની ધોર બેદકારીના કારણે આગ લાગતા રોડ પર જતા લોકોને પણ સ્વાસ્થ્ય સાથે નુકસાન થાય તો જવાબદાર કોણ. વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસી મા 4000 થી વધુ ફેકટરીઓ આવેલી છે.જેમા ફાયબર ની પણ ફેકટરીઓ પણ છે. મકરપુરા જીઆઇડીસી ના કોમન પ્લોટમાં કોર્પોરેશન દ્વારા ફાયબર વેસ્ટ નાખવામાં આવતો હતો.આ ફાયબર વેસ્ટમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી.આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ કે સવાર સુધી પણ આગ નથી કાબુમા આવી. આગ લાગતા દુર દુર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા.
આગ લાગવાના કારણે જીઆઇડીસીના રોડ રસ્તા પર આવતા જતા લોકોને સ્વાસ લેવામાં તકલીફ થાય તેવો ધુમાડાથી લોકો ત્રાહિમામ થયા હતા.કોર્પોરેશન ઓફિસની સામે ફાયબર વેસ્ટમાં આગ લાગી કે લગાવવામા આવી છે.કોર્પોરેશન તંત્ર સાવ નિસફળ સાબિત થયુ છે.સાથે બાજુમા વિસીસી આઇ ઓફિસ પણ છે.આજુ બાજુની ફેકટરીઓ ના માલીકો પણ દોડી આવ્યા છે.આગ લાગવાના કારણે ફેકટરીઓ આગ લાગે કે જાનહાની થાય તો કોર્પોરેશન જવાબદારી લેશે કે નહી એ જોવાનુ રહ્યુ. હાલ ફાયર બ્રિગેડના લાશ્કરોએ લગભગ 8 થી વધુ ગાડીઓ કામે લગાવી છે.પરતુ આગ પર કાબુ હજુ સુધી નથી મેળવ્યો.
Reporter: News Plus