કોલકાતા: IPLની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ (RCB) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 7 વિકેટે હરાવ્યું.

શનિવારે કેપ્ટન અજિંક્ય રહાણેના પચાસ રનની મદદથી KKR એ RCB ને 175 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં વિરાટ કોહલીએ અણનમ 59 રન બનાવીને 22 બોલ બાકી રહેતા પોતાની ટીમને વિજય અપાવ્યો.ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ઘણી મોમેન્ટ્સ અને રેકોર્ડ જોવા મળ્યા. આ મેચ સાથે કોહલીએ તેની T20 કારકિર્દીમાં 400 મેચ પૂર્ણ કરી.
આ માટે BCCI એ કોહલીને મોમેન્ટો આપીને સન્માનિત કર્યા.મેચની પહેલી ઓવરમાં સુયશે ડી કોકનો કેચ છોડી દીધો. બાદમાં એક ફેન મેદાનમાં ઘૂસી આવ્યો અને કોહલીને પગે લાગ્યો.કોહલીએ 13મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂર્ણ કરી. અહીં એક ચાહકે મેદાનમાં ઘૂસીને વિરાટ કોહલીના પગ સ્પર્શ કર્યા. હર્ષિતની ઓવરમાં કોહલીએ કવર ઉપર ચોગ્ગો ફટકાર્યો. એ બાદ એક ફેન મેદાનમાં ઘૂસી આવ્યો.
Reporter: admin