મેરઠ: સીટીના ગેઝા ગામમાં એક એકરમાં બનેલી નકલી પેટ્રોલ-ડીઝલની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. અસલી પેટ્રોલ-ડીઝલના ટેન્કરમાં ભેળસેળ કરવામાં આવતી હતી અને આરોપીઓ દરરોજ છ લાખ રૂપિયા કમાતા હતા. આ મામલે પોલીસે 8 લોકોની ધરપકડ કરી છે. જમીનની અંદર મોટા ટેંકર સેટઅપ કરવામાં આવ્યા હતા, જેમાં હાઈડ્રોકાર્બન સોલ્વેંટ મિક્સ કરવામાં આવતું હતું.
મેરઠ પોલીસે ગુપ્ત જાણકારી બાદ ગેઝા ગામના ગોડાઉનમાં દરોડો પાડ્યો અને ફેક્ટરીને સીલ કરી હતી. પોલીસે દરોડો પાડતાં જ ફેક્ટરી માલિક મનીષ અને તેના સાથીએ ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. ફેક્ટરીમાં કામ કરતાં છ લોકો ઉપરાંત એચપીસીએલ ડેપોથી ટેન્કર લાવતાં બે ડ્રાઇવરની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કુલ 8 લોકોની ધરપકડ કરી છે.
મેરઠના એસપી આયુષ વિક્રમસિંહ થોડા મહિનાથી મેરઠ-ગાઝિયાબાદ બોર્ડર પર ગેઝા ગામમાં મનીષ નામનો એક વ્યક્તિ પેટ્રોલમાં ભેળસેળ કરતો હોવાની માહિતી મળી હતી. જે બાદ તેના પર વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસને માહિતી મળી હતી કે મેરઠમાં HPCL પેટ્રોલ- ડીઝલના વેરહાઉસમાંથી એક ટેન્કર નીકળ્યું છે. આ પછી જ્યારે ટેન્કર રસ્તામાં રોકાઈ ગયું, ત્યારે ડ્રાઈવરે જીપીએસ કાઢીને કોઈને આપ્યું. જે પછી ટેન્કર ગેઝા ગામમાં મનીષના ગોદામ સુધી પહોંચ્યું હતું.
Reporter: admin