બેંગલુરુ : કર્ણાટક એક કોર્ટની સુનાવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં દેખાય છે કે, કોર્ટમાં મહિલાનો વકીલ મહિલાના પતિ પાસે 6 લાખ રૂપિયાનું માસિક ગુજરાન ભથ્થું અપાવવા માટે દલીલ કરી રહ્યો છે. મહિલાએ પતિ પાસે 6 લાખનું માસિક ગુજરાન ભથ્થું માંગતા હાઈકોર્ટના જજનું પણ મગજ છટકી ગયું. આટલી મોટી રકમ માગતા જ જજ પણ મહિલા પર ભડકી ગયા અને કહ્યું કે, તમને આટલી મોટી રકમ ખર્ચ કરવાનો શોખ છે તો જાતે કમાઈ લો. સમગ્ર ખર્ચની વિગતો આપતા મહિલાના વકીલે જણાવ્યું કે, તે દર મહિને 6 લાખ રૂપિયાથી વધુની રકમ ક્યાં-ક્યાં ખર્ચવા માંગે છે. આ ઉપરાંત આ રકમ પતિને આપવાનો આદેશ આપવામાં આવે, કારણ કે તેની સારી આવક છે.આ મામલે સુનાવણી કરતાં કર્ણાટક હાઈકોર્ટના જજે કહ્યું કે, આવી માગ ગેરવાજબી છે. તેમ છતાં જો મહિલાને આટલો ખર્ચ કરવાનો શોખ હોય તો તે પોતે પણ કમાઈ શકે છે.
ખર્ચની ગણતરી કરતાં મહિલાના વકીલે કહ્યું કે, દર મહિને જૂતા, સેન્ડલ અને કપડાં માટે 15,000 રૂપિયાની જરૂર પડે છે. આ ઉપરાંત ઘરના ભોજન પાછળ દર મહિને 60 હજાર રૂપિયાનો ખર્ચ થશે. મહિલાને ઘૂંટણમાં દુખાવો થતો હોવાથી સારવાર માટે માસિક રૂ. 4 થી 5 લાખનો ખર્ચ થાય છે. અમુક ખર્ચ બહાર ખાવા, દવાઓ અને અન્ય વસ્તુઓ પર થાય છે. આમ કુલ બજેટ દર મહિને 6 લાખ 16 હજાર રૂપિયા થાય છે.આ મામલો છે રાધા મુનકુન્તલા નામની મહિલાનો છે, જેની સુનાવણી 20મી ઓગસ્ટના રોજ હતી. આ મામલે ગત વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ બેંગલુરુની ફેમિલી કોર્ટે 50 હજાર રૂપિયા પ્રતિ માસ ગુજરાન ભથ્થું નક્કી કર્યું હતું. આ અંગે મહિલા હાઈકોર્ટમાં ગઈ હતી. તેણે કહ્યું કે, ફેમિલી કોર્ટે મારા પતિની કમાણી પર ધ્યાન આપ્યું નથી.
Reporter: admin