એક તરફ રોજેરોજ વધતી જતીગરમી એ માઝા મૂકી છે ત્યારે ત્યારે બીજી બાજુ આ વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી જીબી દ્વારા વીજ પુરવઠો અનિયમિત રીતે બંધ કરી દેતા લોકો ગરમીમાં અસ્તવ્યસ્ત થઈ ગયેલ છે ત્યારે આ વિસ્તારમાં વનોડા ફીડર ગળતેશ્વર તાલુકામાં લાગતું હોય અને અહીં મેન્ટેન્સ માટે બાલાસિનોર ની ટીમ આવી અવારનવાર વીજ પુરવઠો બંધ કરી દેતી હોય છે ત્યારે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે
ત્યારે આ વિસ્તારનાં અગ્રણી એવા કૌશિકભાઇ પટેલે આ બાબતે જીઇબીના અધિકારીઓ જોડે મૌખિક રજૂઆત કરતા તેઓએ આ બાબતે ચોક્કસ પગલાં લઈ વીજ પુરવઠોબંધ કરી દેતા કર્મચારીઓ સામે ચોક્કસ કાર્યવાહી કરશે તેવી હૈયાધારના આપી હોવાનું જાણવા મળેલ છે.એક બાજુ વીજ પુરવઠો બંધ થઈ જતા લોકોને ગરમીની સાથે સાથે પાણી ભરવાનું હોય તેમજ પશુપાલન માટે ઘાસચારો તૈયાર કરવાનો હોય તેમ જ પશુપાલનને પાણીની વ્યવસ્થા કરવાની હોય તેવી અનેક સમસ્યાઓ નો સામલો પશુપાલકોએ કરવો પડતો હોય છે
જ્યારે ઉંમરલાયક લોકોએ તેમજ નાના ભૂલકાઓએ અસહ્ય ગરમીનો સામનો કરવો નો વારો આવતો હોય છે ત્યારે આ વીજ પુરવઠો ખોરવાઈ નહીં અને સતત ચાલે તે માટે જીઇબી ના અધિકારીઓ કોઈ એક્શન પ્લાન બનાવશે ખરા કે પછી હોતા હે ચલતા હૈ નીતિ રીતે થી ચાલવા જ દેશે તેવી અનેક ચર્ચાઓ આ વિસ્તારમાં ચર્ચાવા લાગી છે આ વિસ્તારમાં વીજ પુરવઠો અનિયમિત રહેશે તો આ વિસ્તારની પ્રજા એ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હોવાનું જાણવા મળી રહે છે. વીજ પુરવઠોખોરવાઈ જતા લોકોએ પોતાના જાતે હાથ ની બનાવતના પંખાથી જાતે હવા નાખી ગરમીથી બચતા હોવાનું નજરે પડી રહ્યો છે
Reporter: News Plus