News Portal...

Breaking News :

રાવપુરા મેઇન રોડ પર ગેસની પ્રેસર લઈને નાખવાની કામગીરી દરમિયાન ડ્રેનેજની લાઈનમાં ભંગાણ

2025-06-06 16:54:15
રાવપુરા મેઇન રોડ પર ગેસની પ્રેસર લઈને નાખવાની કામગીરી દરમિયાન ડ્રેનેજની લાઈનમાં ભંગાણ


વડોદરા : રાવપુરા મેઇન રોડ હનુમાનજી મંદિર સામે થોડા દિવસ પહેલા ગેસની પ્રેસર લઈને નાખવાની કામગીરી દરમિયાન ડ્રેનેજની લાઈન કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીથી તોડી નાખવામાં આવી હતી. 


જેને કારણે સમારકામ કરવામાં આવ્યું નથી અને હજી ખાડા ખોદેલા રાખ્યા છે અને ડ્રેનેજ ઉભરાવવાની ફરિયાદો વધી છે. જેથી સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો છે.વોર્ડ નં 14 માં રાવપુરા મેનરોડ હનુમાનજીના મંદિર સામે જે હાલમાં ગેસની પ્રેસર લાઈન નાખવાની કામગીરી કરવામાં આવે છે. જે કોન્ટ્રાકટર દ્વારા રોડમાં ડ્રીલીગ કરતી વખતે ડ્રેનેજની મેન લાઈન તોડી નાખવામાં આવેલ છે જેને કારણે પાછળના વિસ્તારો જેવા કે શીયાપુરા, રાવપુરા જેવા વિસ્તારોની ડ્રેનેજ લાઈનો બહાર ઉભરાવવાની ફરીયાદો વધી ગઈ છે. 


જેની જાણ કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર જાગૃતિબેન રાણાએ વોર્ડ ઓફીસમાં વારંવાર કરવામાં આવી છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેને કારણે પાછળના વિસ્તારોમાં ગંદુ પાણી તથા ડ્રેનેજ ઉભરાવવાના કારણે રોગ ચાળો ફેલાવાનો ભય રહે છે. તાત્કાલીક આ સ્થળની મુલાકાત લઈ તથા જે અધીકારી સામેલ હોય તે અધીકારી ઉપર તાત્કાલીક શિક્ષાત્મક પગલા ભરવામાં આવે તે જરૂરી છે.

Reporter: admin

Related Post