શહેરના વિવિધ વિસ્તારોમાં ચોમાસુ સાવચેતીના અને અન્ય કામો ગુણવત્તા સાથે થાય તેવા ઉમદા હેતુસર સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીએ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થળ મુલાકાત લઈને પ્રગતિ હેઠળના કામોનું બારીકાઇ થી નિરીક્ષણ ચાલુ રાખ્યું છે. તેમણે આજે ઉત્તરઝોનમાં ચાલતા વિવિધ વિકાસના કામો અને પ્રિ-મોનશુન કામો હેઠળ કરવામાં આવેલી અને ચાલુ કામગીરીનુ નિરિક્ષણ કર્યું. તેમણે રોડ પ્રોજેક્ટ દ્વારા મેક્ડોનલ્ડ થી વેમાલી ગામ જતા ૩૦.૦૦ મિટર ના ટીપી રોડ વાઇડનિંગની કામગીરી ચાલુ છે જેને ૩૦ મે પહેલા પૂરી કરવા અને વરસાદી ગટર ની કામગીરી પુર્ણ કરીને રસ્તાની કામગીરી Safe Stage પર લાવવા તેમજ વિસ્તારના નાગરીકોને વાહન વ્યવહારમા તકલીફ ન પડે તે માટે કોંટ્રાક્ટર અને અધિકારીઓને સુચના આપવાની સાથે કામોની ગુણવત્તાની ચકાસણી કરી હતી.
ઉત્તરઝોનના વહિવટી વોર્ડ નં ૩ દ્વારા ૪ જુદા જુદા સ્થળોએ કામગીરી કરવામાં આવી રહી છે.તેમણે આ પૈકી ડ્રેનેજ લાઇનની ૪૫૦ mmના પાઇપો નાખવાની કામગીરીનુ નિરિક્ષણ કર્યુ સાથે અધિકારી અને કોટ્રાક્ટરને ૫ દિવસમા સદરહુ કામગીરી પુર્ણ કરી ચરી રીસ્ટોર કરવા કડક સુચના આપી હતી.ત્યારબાદ ઉત્તરઝોનમા નેશનલ હાઇવે ૮ થી શરૂ કરી છાણી તળાવ ન્યાસા એપાર્ટ્મેંટ છાણી સમા કેનાલ રોડ, નિઝામપુરા સ્મશાન, પંડ્યા બ્રિજ APS, બોય્સ હોસ્ટેલ થી કાલાઘોડા સુધી વિશ્વામિત્રી નદીને મળતી ભુખી કાંસમા ઝોન દ્વારા કરવામા આવેલ પ્રિ-મોનશુન સફાઇની કામગીરીનુ નિરિક્ષણ કરીને અધિકારીઓને તમામ કાંસ સફાઇની કામગીરી ૨૫ મે સુધી પુર્ણ કરવા ખાસ તાકીદ કરી હતી.
તેમજ વેમાલી ગામ પાસે ફ્યુચરીસ્ટિક વિભાગ દ્વારા ચાલતા વેમાલી તળાવ બ્યુટિફિકેશનની પ્રગતિ હેઠળની રહેલ કામગીરીનુ નિરિક્ષણ કરી કામગીરી ઝડપથી પુર્ણ કરવા જરૂરી સુચના આપી હતી.આમ,વિવિધ ઝોનમાં સ્થાયી અધ્યક્ષની આકસ્મિક મુલાકાત અને ઝીણવટભરી ચકાસણી થી અધિકારીઓ અને ઇજારદારોમાં ફફડાટ સાથે ઉચિત કામગીરી સમયસર પૂરી કરવાની તત્પરતા જાગી હતી
Reporter: News Plus