અપહરણના ગુનામાં મદદગારી કરનાર આરોપીને વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝડપી પાડ્યો છે.
ચાણોદ પોલીસ સ્ટેશનમાં નોંધેલા અપહરણના ગુનામાં 14 વર્ષની સગીરાને તુલસી રામજાભાઇ વસાવા લગ્ન કરવાના ઇરાદે ફોસલાવીને અપહરણ કરીને લઇ ગયો હતો. આ ગુનામાં આરોપીને મદદ કરનારો અમરસિંગ રામજાભાઇ વસાવા છેલ્લા ત્રણ માસથી ફરાર હતો.
દરમિયાન વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોર્ડે બાતમીના આધારે આરોપી અમરસિંગને શિનોરના અચીસરા ગામેથી ઝડપી પાડ્યો હતો. તેને વધુ તપાસ માટે ચાણોદ પોલીસને સોંપવામાં આવ્યો છે.
Reporter: admin