News Portal...

Breaking News :

ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ પગપાળા યાત્રા કરી મસાણી માતા એ ધજા ચઢાવી ને આશીર્વાદ લીધા

2024-04-21 23:25:15
ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ પગપાળા યાત્રા કરી મસાણી માતા એ ધજા ચઢાવી ને આશીર્વાદ લીધા

વડોદરા લોકસભા ના ઉમેદવાર ડૉ હેમાંગ જોશી પણ પગપાળા યાત્રા માં જોડાયા.

લાખો માઇભક્તો ના આસ્થા ના કેન્દ્ર મસાણીધામ અનગઢ ખાતે.

ધર્મેન્દ્રસિંહ વાઘેલા ના સમર્થક સુરેશભાઈ ગોહિલ વખતપુરા થી ઘૂંટણિએ ચાલી ને માનતાપુરી કરી.



લોકસભાની ચૂંટણી ની સાથે સાથે વાઘોડિયા વિધાનસભા ની પેટા ચૂંટણી પણ યોજાય રહી છે ત્યારે આજરોજ લાખો માઇભક્તો ના આસ્થા ના કેન્દ્ર વડોદરા તાલુકા ના અનગઢ ખાતે આવેલ મસાણી માતા ના મંદિરે ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા વિધાનસભા ના ભાજપ ના ઉમેદવારે ધજા ચઢાવી છે.અનગઢ ના ગામ ની ભાગોળ માં આવેલ ચામુંડા માતાજી ના મંદિર થી હજારો ની સંખ્યા માં સમર્થકો સાથે ડીજે અને ઢોલ નગારા સાથે પગપાળા યાત્રા લઈને મસાણી માતાજી ના મંદિરે પહોંચ્યા હતા.આ પગપાળા યાત્રા માં વડોદરા લોકસભા ના  ભાજપ ના ઉમેદવાર ડૉ હેમાંગ જોશી પણ જોડાયા હતા.સાથે જ માઇભક્ત અનગઢ વખતપુરા ના સુરેશભાઈ મોતીભાઈ ગોહિલ ઘૂંટણીએ ચાલતા ચાલતા માતાજી ના મંદિરે માનતા પુરી કરવા માટે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ની ચૂંટણી માં ધર્મેન્દ્રસિંહ વાઘેલા નો ભવ્ય વિજય થાય તેના ભાગરૂપે તેમને માનતા રાખી હતી જે માનતા આજરોજ તેમને પૂર્ણ કરી હતી.


આ પ્રસંગે મહિકાંઠા ના સામાજિક આગેવાન તખતસિંહ ગોહિલ ( તખા ભગત ), વિનુભાઈ ગોહિલ, લક્ષમણસિંહ ગોહિલ, અનિરુદ્ધસિંહ ગોહિલ,જનકસિંહ ગોહિલ, રામસિંહ ગોહિલ,આકાશસિંહ ગોહિલ, સુખા દરબાર, લખન દરબાર, જયશ્રીબેન ગોહિલ, લતાબેન પટેલ સનથભાઈ ચૌહાણ ( નર્મદપુરા ), શૈલેષભાઈ જાની, નાનજીભાઈ પટેલ,સહીત ના રાજકીય સામાજિક આગેવાનો પગપાળા યાત્રામાં જોડાયા.

...

Reporter: News Plus

Related Post