દિલ્હી: અહીં રોડ રેઝની ભયાનક ઘટનામાં એક કાર ડ્રાઈવરે દિલ્હી પોલીસના કોન્સ્ટેબલને કચડીને મોતને ઘાટ ઉતારી દીધો છે.
આ દરમિયાન કોન્સ્ટેબલને 10 મીટર સુધી ઢસેડવામાં પણ આવ્યો હતો અને ત્યારબાદ બીજી કારમાં ટક્કર મારી દીધી હતી. કાર ડ્રાઈવર દારૂની તસ્કરી કરતો હોવાનો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોન્સ્ટેબલે ગાડીના ડ્રાઈવરને કાર ધીમે હંકારવા માટે કહ્યું હતું. તેનાથી રોષે ભરાયેલા ડ્રાઈવરે કોન્સ્ટેબલની કારથી કચડીને હત્યા કરી નાખી. આ ભયાનક ઘટના દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં શનિવારે રાત્રે બની હોવાની માહિતી મળી રહી છે.પોલીસે કાર જપ્ત કરી લીધી છે પરંતુ આરોપી ફરાર થઈ ગયો છે. અહેવાલ અનુસાર હત્યારો કાર ડ્રાઈવર દારૂની તસ્કરી કરતો હોવાનો દાવો કરાયો છે. ઉલ્લેખનીય છે કે હરિયાણા નજીકના ગામડાઓના રસ્તે દરરોજ બે વાગ્યાથી સવારના ચાર વાગ્યા વચ્ચે ગેરકાયદે રીતે દારૂની ખેપ મારવામાં આવે છે.
તસ્કરો દ્વારા દારૂ આ રસ્તે દિલ્હી પહોંચાડાય છે. તેઓ પૂરઝડપે ગાડીઓ લઈને નીકળે છે અને તેને ક્યાંય અટકાવતા નથી. જો કોઈ વચ્ચે આવે તો તેને આ રીતે ગાડી વડે કચડી નાખે છે. કોન્સ્ટેબલની ઓળખ સંદીપ તરીકે થઈ છે જે બાઈક દ્વારા નાંગલોઈ પોલીસ સ્ટેશથી રેલવે રોડ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેમણે એક વેગેનાર કારના ડ્રાઈવરને બેદરકારી પૂર્વક ગાડી હંકારતા જોયો. ત્યારબાદ કોન્સ્ટેબલ સંદીપ તેમની પાસે ગયો અને તેમને ઠપકો આપતા ગાડી ધીમે હંકારવા માટે કહ્યું.હવે તેનાથી ડ્રાઈવર એટલો ગુસ્સે ભરાયો કે તેણે અચાનક જ પોતાની ગાડીની સ્પીડ વધારે દીધી અને પાછળથી સંદીપને ટક્કર મારી દીધી અને પછી તેને 10 મીટર સુધી ઢસડીને લઈ ગયો.આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં સંદીપ એક શેરીમાં ડાબી બાજુ તરફ વળતો નજર આવી રહ્યો છે.
Reporter: