નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્રમોદીએ રવિવારે નમો ભારત ટ્રેનના સાહિબાબાદ- ન્યૂ અશોક નગરના 13 કિલોમીટર લાંબા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું.

હવે આ 13 કિલોમીટરના સેક્શનના ઉમેરા સાથે દિલ્હી અને મેરઠ વચ્ચેની મુસાફરી વધુ ઝડપી અને સરળ બની જશે.ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીને નમો ભારત ટ્રેનનું મોડલ પણ બતાવવામાં આવ્યું હતું. RRTS ના દિલ્હી વિભાગના ઉદ્ઘાટન સાથે જ દિલ્હીને તેનો પહેલો નમો ભારત કોરિડોર મળ્યો છે. રવિવારે સાંજે 5 વાગ્યાથી આ સેક્શન પર મુસાફરો માટે કામગીરી શરૂ કરવામાં આવશે.
મુસાફરો ન્યૂ અશોક નગર (દિલ્હી) અને મેરઠ દક્ષિણ (યુપી) વચ્ચેનું 55 કિમીનું અંતર માત્ર 40 મિનિટમાં પૂર્ણ કરી શકશે.ખાસ વાત તો એ હતી કે વડાપ્રધાને સાહિબાબાદ સ્ટેશનથી ન્યૂ અશોક નગર સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાને બાળકો અને લોકો સાથે મુલાકાત કરી હતી અને વાતચીત પણ કરી હતી. દરમિયાન બાળકોએ તેમને એક પેઇન્ટિંગ ભેટમાં આપી હતી. એક છોકરીએ પીએમ મોદીને હિન્દીમાં કવિતા સંભળાવી. દેશના વડાપ્રધાનને મળવાનો અને જોવાનો આનંદ બાળકોના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.
Reporter: admin