ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હેઠળ માન. જીલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ, સલામતી અને જાગૃત્તતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવે છે.

જે હેઠળ આજ રોજ દિપક ફાઉંડેશન દ્વારા નદેસરી એજુકેશન પ્રોજેકટ અંતર્ગત નદેસરી વિધ્યાલય , નંદેસરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે બેટી બચાઓ બેટી પઢાવો યોજના અન્વયે સાયબર સેફ્ટી જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ગુડ ટચબેડ ટચ, POCSO એક્ટ, ચાઈલ્ડ હેલ્પ લાઈન તેમજ પાલક માતાપિતા યોજનાઓના પ્રચાર પ્રસાર છેવાડાનાં વ્યક્તિ સુધી પહુંચે તે હેતુસર આજે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં મુખ્ય મહેમાન વી.કે પાટિલ (PSI) સાહેબ દ્વારા સાયબર સેફ્ટી વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવેલ હતું તથા “સંકલ્પ” ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવમેન્ટ ઓફ વીમેનના ડીસ્ટ્રીક મિશન કોર્ડીનેટર દ્વારા બાળકોના કાયદાઓ તેમજ અધિકારો વિષે માર્ગદર્શન આપવામાં આવેલ હતો

તે ઉપરાંત બાળકોને સાયબર સેફટી અને સોશિયલ મીડિયાના ફાયદાઓ અને ગેરફાયદાઓ વિષે ખુબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ શાળાના આચાર્ય મનીષ ડાભી સાહેબ આઉપરાંત પ્રોજેકટ કોર્ડિનેટર ભૂમિ વરીયા અને ધર્મેન્દ્રભાઈ દ્વારા શાળાના વિધ્યાર્થીઓને શિક્ષણ વિષે માર્ગદર્શન આપેલ તથા મહેમાન દ્વારા વિધ્યાર્થીઓને એજુકેશન કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તદ્દઉપરાંત ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવમેન્ટ ના જેન્ડર સ્પેશિયલિસ્ટ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજના વિષે માહિતી આપવામાં આવેલ તથા બાળકોને ચાઇલ્ડ હેલ્પ લાઇન ગુડ ટચ બેડ ટચ તેમજ અન્ય બાળકોના કાયદાઓ તેમજ યોજનાઓ વિષે માર્ગદર્શન આપવા આવેલ છે.ત્યારપછી શાળાનાં આચાર્ય દ્વારા જીવન કુશળતા વિશેની માહિતી આપવામાં આવેલ. તે ઉપરાંત શિક્ષણનું જીવનમાં મહત્વ વિષે માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ કાર્યકમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ હતું.

Reporter: admin