News Portal...

Breaking News :

અષાઢી અમાસથી દશામાનાં વ્રતનો પ્રારંભ, પ્રતિમાઓને આખરી ઓપ અપાયો

2024-07-31 15:19:13
અષાઢી અમાસથી દશામાનાં વ્રતનો પ્રારંભ, પ્રતિમાઓને આખરી ઓપ અપાયો


દશામાંના વ્રતની 4 ઓગસ્ટ અષાઢ માસની અમાસ થી શરૂઆત થઈ રહી છે. 5 મી ઓગસ્ટ થી શ્રાવણ મહીનો શરૂ થઈ રહ્યું છે અને 2 સેપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.આ 10 દિવસનું વ્રત હોય છે. 


ભક્તો આ તહેવારને દશામાના નોરતા-દેવીની નવરાત્રી તરીકે પણ ઓળખે છે.ત્યારે ડભોઇ શહેરના બજાર માં મૂર્તિકારો દ્વારા માતાજીની નયનરમ્ય પ્રતિભાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે.દશામાના પવિત્ર તહેવાર વ્રત દસ દિવસ સુધી ચાલે છે. જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્સોલ્લાસ જોવા મળે છે. હિન્દુ સંસ્કૃતિમાં અડધો અપાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે. 


દશામાનું દેવી દશામાને સમર્પિત હોય છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસના દિવસે મનાવવામાં આવે છે. દશામાના વ્રતની અષાઢ માસની અમાસ 4 ઓગષ્ટથી શરૂઆત થઈ રહી છે. જે આગામી 13 ઓગસ્ટના દિવસે મંગળવારે સમાપ્ત થશે.જ્યારે 5 મી ઓગસ્ટથી ગુજરાતી શ્રાવણ મહીનો પણ શરૂ થઈ રહ્યું છે, અને 2 સેપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.આ 10 દિવસનું દશામનું વ્રત માઈભક્તો શ્રદ્ધાભેર ઉજવશે. દસ દિવસ માતાજીની ભક્તિ ભાવ પૂર્વક આરાધના કરવામાં આવશે.

Reporter: admin

Related Post