વડોદરા: પૂરની સ્થિતિથી આજે સૌઉ કોઇ સારી રીતે વાકેફ છે. વડોદરાની પ્રજાએ ભાજપના નેતાઓને ખોબે ખોબા ભરીને મત આપ્યાં છે.
પરંતુ પૂરની સ્થિતિ વચ્ચે તેમને કોઇ પણ પ્રકારની સહાય ન મળી, કે નાતો કોઇ નેતા તેમના ખબરઅંતર પુછવા માટે સમય પર પહોંચ્યું હતુ. તેવામાં હવે વડોદરાની પ્રજા પારો ગુમાવી બેઠી છે અને ભાજપનો દરેક નેતા પ્રજાના આક્રોષનો સામનો કરી રહ્યો છે. ત્યારે આક્રોષ ઠાલવતા એક નાગરિક ભાન ભૂલ્યાં અને ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી છે.વડોદરા શહેરના હરણી વિસ્તારમાં પૂરના પાણી પ્રસરી જતી વિસ્તારના રહીશોએ ખુબ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં સીલ્વર ઓક સોસાયટીના રહીશોની એક મીડિયા કર્મી દ્વારા તેમની વેદના જાણવાનો પ્રયાસ કર્યો હતો.
જેમાં સ્થાનિકોએ તેમના વિસ્તારના ધારાસભ્ય મનિષાબેન વકીલ સામે ખુબ રોષ ઠાલવ્યો હતો. મનિષાબેન વકીલે કોઇ કામગીરી નથી તેવા સવાલો ઉઠાવ્યાં હતા. પૂરની પરિસ્થિતિમાં એક પણ નેતા તેમને જોવા શુધ્ધા નથી આવ્યો તેવો રોષ પણ વ્યક્ત કર્યો હતો. આ સમયે કુલ્દીપ ભટ્ટ દ્વારા ધારાસભ્ય મનિષાબેન વકીલ સામે પોતાનો રોષ ઠાલવતા ભાન ભૂલ્યાં હતા.જોકે આ અંગેનો એક સ્થાનિક ચેનલનો વીડિયો સોશ્યિલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરીયાદ થતાં આજે કુલ્દીપ ભટ્ટની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જેમાં કેટલાક મીડિયા કર્મીઓને પણ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યાં હતા.આ મામલે ક્રાઇમ બ્રાન્ચના એ.સી.પી એચ.એ રાઠોડએ જણાવ્યું હતુ કે, કુલ્દીપ ભટ્ટ નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વાયરલ થયેલા વીડિયોમાં તેઓ અભદ્ર ઇશારા કરતા નજરે પડે છે, જે કારણથી તેમની ધરપકડ કરી છે.
Reporter: admin