વડોદરા: શહેરના કરોડિયા રોડ ઉપર ઉતરાયણના દિવસે પતંગ બાબતે બે પરિવાર વચ્ચે થયેલ હિંસક અથડામણના ગુનામાં સંડોવાયેલ હનીફ હલદરવા (રહે- લક્ષ્મીનારાયણ નગર, ગોરવા) અને મૈયુદ્દીન રાઠોડ (રહે -સમશેર નગર, ગોરવા)ની આગોતરા જામીન અરજી અદાલતે ના મંજુર કરવાનો હુકમ કર્યો છે.
ફરિયાદી ઈસ્માઈલનો ઉતરાયણના દિવસે પતંગ ચગાવવા બાબતે તેની સોસાયટીમાં રહેતા આરોપી ઈકબાલ ઉર્ફે ફટક સાથે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી ઈકબાલ તેનો ભાઈ મોસીન, મુબારક ,અકબર, ઇમરાન તથા બીજા ચાર જેટલા શખ્સોએ લાકડી ,પાઇપ, ધારિયું લઇ ફરિયાદી તથા તેના ભાઈ ઉપર હુમલો કર્યો કરી પથ્થરમારો કરી ઘરમાં તથા વાહન તોડફોડ કરી ફરિયાદી તથા તેના ભાઈને ઇજાઓ પહોંચાડી હતી. આ ઝઘડામાં ફરિયાદીના ભાઈના ગળામાંથી સોનાની ચેન તથા વકરો મળી આવ્યા ન હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે જવાહરનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
અગાઉ બંને પક્ષની સામ સામી ફરિયાદ બાદ આ ગુનામાં 9 આરોપીઓની ધરપકડ થઈ હતી. આગોતરા જામીન અરજની સુનાવણી 11માં એડિ. સેશન્સ જજ રમેશકુમાર બી. ઇટાલીયાની અદાલતમાં હાથ ધરાતા અદાલતે નોંધ્યું હતું કે, તપાસના કાગળો અને સીસીટીવી ફૂટેજમાં હાલના અરજદાર આરોપીઓ બનાવ સ્થળે ગુનો કરવામાં હાજર હોવાનું જણાઈ આવેલ છે. આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ હોય મુદ્દામાલ સંબંધે તપાસ અંગે આરોપીની કસ્ટોડિયલ ઇન્સ્ટાગ્રેશન જરૂરી બની શકે તેમ છે. અરજદાર આરોપીઓ સામે તપાસમાં પુરાવા મળેલ છે.
Reporter: admin