News Portal...

Breaking News :

ચીફ ફાયર ઓફિસરના દસ્તાવેજોનું ક્રોસ વેરીફિકેશન કરવાનું કોર્પોરેશનના અધિકારીઓનું નાટક

2025-02-22 09:52:31
ચીફ ફાયર ઓફિસરના દસ્તાવેજોનું ક્રોસ વેરીફિકેશન કરવાનું કોર્પોરેશનના અધિકારીઓનું નાટક


વડોદરાના નવા ચીફ ફાયર ઓફિસર તરીકે મનોજ પાટીલની નિમણુક કરાયા બાદ તેમના અનુભવ અને લાયકાતના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. પાલિકાના અધિકારીઓ દસ્તાવેજો ચેક કરી રહ્યા હોવાનું રટણ કરીને નાટક કરી રહ્યા છે. મનોજ પાટીલની નિમણુકને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં પાલિકા હજુ ક્રોસ વેરીફિકેશન કરી શકી નથી. તે પાલિકાની જબરદસ્ત શક્તિ દર્શાવે છે. 


વડોદરા કોર્પોરેશનને નિમણુક પામેલા અધિકારીના દસ્તાવેજોનું ક્રોસ વેરીફિકેશન કરવામાં અઠવાડીયાનો સમય જતો રહે છે તે જ બતાવે છે પાલિકાના અધિકારી કેટલા સક્ષમ છે. બીજી તરફ પાલિકાના આ બેદરકારીભર્યા વર્તનનો  ભોગ શહેરીજનોને ભોગવવો પડશે તેવી ચર્ચા પાલિકાના સંકુલમાં થઇ રહી છે. વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ ને અમદાવાદા મહાનગરની ઇમરજન્સી સેવા ફાયર એન્ડ ઇમરજન્સીમાં બે હોદ્દા માટે રિજેક્ટ કરાયેલા છે. છતાં વડોદરા કોર્પોરેશનના અધિકારીઓના છૂપા આશિર્વાદથી અને ગીવ એન્ટ ટેકની કળાથી વડોદરાના ચીફ ફાયર ઓફિસર બની ગયા છે, તેવી ચોંકાવનારી માહિતી કોર્પોરેશનના સંકુલમાં છેડેચોક ચર્ચાઇ રહી છે. ઉપરાંત આ નવા ચીફ ફાયર ઓફિસર કોઇ પણ પ્રકારની લાયકાત કે અનુભવ ધરાવતા ના હોવા છતાં તેમની કેમ નિમણુક કરવામાં આવી તેનો કોઇ જવાબ પાલિકાના અધિકારીઓ પાસે નથી. મનોજ કુમાર પાટીલ વડોદરા કોર્પોરેશનના ઓનલાઇન ફોર્મમાં એવો દાવો કરી રહ્યા છે કે તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી 2014ના વર્ષમાં બીએસસી ફાયર સેફ્ટીનો કોર્સ કરેલો છે પણ  મનોજ પાટીલે ગુજરાત યુનિવર્સીટીમાંથી કરેલો છૅ તો 2013 માં મહારાષ્ટ્રમાં નોકરી કેવી રીતે ચાલુ કરી એ સવાલ છે કે તેમણે ડિગ્રી પહેલા નોકરી કેવી રીતે ચાલુ કરી. મનોજ પાટીલ સામે ખોટી માહિતી આપવાના અનેક આરોપો થયા છે પણ તે સવાલોનો જવાબ આપવા આગળ આવતા નથી કે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ સવાલોનો જવાબ આપવામાંથી ભાગી રહ્યા છે. 


સામાન્ય  વહિવટ વિભાગના અધિકારી તરુણ શાહ હજી પણ મનોજ પાટીલના દસ્તાવેજોની ગુજરાત યુનિ. પાસે ખરાઇ કરાવીશું તેવા જવાબનું જ રટણ કરી રહ્યા છે. આ અધિકારી સમજશે નહીં કે જ્યારે આ મામલામાં જો કંઇ ગેરરીતિ નીકળશે તો પહેલો ભોગ તેમનો લેવાશે કારણકે ઉપરી અધિકારીઓ તો તેમના પર જ બધુ ઢોળી દેશે.મનોજ પાટીલે ધોરણ 10 કે 12 પાસ કર્યું છે કે નહી ?મનોજ કુમાર પાટીલે આ ડિગ્રી સર્ટિફીકેટ મેળવતા અગાઉ ધોરણ 10 અને 12નું કોઇ જ પ્રમાણપત્ર કે રિઝલ્ટ રજૂ કર્યું નથી. આ કોર્સ કરતાં પહેલા તેમણે ધોરણ 12માં સાયન્સ સ્ટ્રીમ લીધેલું હોવું જોઇએ અને તો જ આ કોર્સ કરી શકાય છે પણ મનોજ પાટીલે ધોરણ 12માં સાયન્સ સ્ટ્રીમ લીધેલું છે કે કેમ તે તપાસનો વિષય છે. બીજું  કે તેઓ સીધા ગુજરાત યુનિ.માં ભણ્યા જ નથી કારણ કે ત્યાં તો આ કોર્સ 2015માં શરુ થયો છે અને તેઓ યુનિ. એફેલેટેડ કોલેજમાં ભણ્યા છે તેવો તેમનો દાવો છે જેથી તેમની કોલેજને આ કોર્સમાં એફેલિએશન મેળવેલું છે કે કેમ અને કોલેજને આ કોર્સ ચલાવવા મંજૂરી હતી કે કેમ અને મંજૂરી જો હતી તો તે હંગામી(એડહોક) હતી કે કાયમી હતી. તેની ઉંડી તપાસ કરવાની અધિકારીઓએ ખાસ જરુર છે. લાયકાત વગરના ઉમેદવારને જો વડોદરાની સુરક્ષા સોંપી દેવાશે તો તેમાં મરો તો પ્રજાનો જ થશે. ફોર્મમાં પણ જો ખોટી માહિતી અપાઇ હશે તો ફોર્મ રદ કરાશે..ઉલ્લેખનિય છે કે આ વિવાદ બહાર આવ્યા બાદ મનોજ પાટીલને જ્યારે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા ફરીથી દસ્તાવેજોની ચકાસણી માટે અસલ અને ઝેરોક્ષ સાથે બોલાવાયા ત્યારે ઓનલાઇન ફોર્મમાં તેમણે ગુજરાત યુનિ મહારાષ્ટ્રમાં આવેલી હોવાનું દર્શાવેલું છે તે સંબંધીત ચકાસણી કરાઇ ત્યારે તેમનું મોટું ભોપાળુ બહાર આવ્યું હતું.  ભરતી પ્રક્રિયાના નિયમોમાં સ્પષ્ટ લખેલું છે કે ફોર્મમાં પણ જો ખોટી માહિતી અપાઇ હશે તો ફોર્મ રદ કરાશે. નિમણુક કરાઇ હશે તો, નિમણુક પણ રદ થઇ જશે. મનોજ પાટીલે જે ભુલ કરી છે તે જોતાં તત્કાળ તેમની નિમણુક રદ થવી જોઇએ તેવું પાલિકાના ભરતી નિયમો જ કહે છે. પાલિકાના અધિકારીઓ કોઇ પણ ભોગે આ નિમણુક યથાવત રાખવા માગે છે, કારણકે કોઈ મોટા માથાનું દબાણ છે. કોર્પોરેશનના નિયમોને અધિકારીઓએ જ તોડ્યા.પાલિકાના ચીફ ફાયર ઓફિસરની સીધી ભરતીના નિયમ 26 મુજબ ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને ઓનલાઇન અરજી કરવી અને ઓનલાઇન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ તે વિગતોની ખાતરી કરીને પછી જ અરજી સબમીટ કરવી અને ગુજરાત સરકારના સરકારી કે અર્ધ સરકારી કે સરકાર હસ્તકના કોર્પોરેશન કે કંપનીઓમાં સેવા બજાવતા અધિકારી કે કર્મચારીઓએ પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે તથા પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી વખતે ઉમેદવારે સક્ષમ અધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. આ ઉપરાંત નિયમ 19 મુજબ સરકારી કે અર્ધ સરકારી સંસ્થામાં ફરજ બજાવતા ઉમેદવારોએ ખાતાના વડા કે વિભાગ દ્વારા તેમની છેલ્લા 5 વર્ષની કામગીરીનો તથા વર્તણુકનો અહેવાલ કોઇ શિક્ષાત્મક પગલાં લેવામાં આવેલ હોય તો તેની વિગતો પણ રજુ કરવાની રહેશે, ખાસ તો નિયમ 26 મુજબ ઉમેદવારે અરજી પત્રકમાં કોઇ પણ વિગત ખોટી બતાવી હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજી પત્રક કે નિમણુક કોઇ પણ તબક્કે રદ કરવામાં આવશે,પાલિકાની ભરતીનો 11 નંબરનો નિયમ અધિકારીઓ વાંચી લે .પાલિકાની ભરતીના 11 નંબરનો નિયમ જણાવતા પાલિકા પોતે જ કહે છે કે જાહેરાતમાં માગ્યા મુજબનો અનુભવ ઉમેદવારે શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા બાદનો જ માન્ય ગણાશે તે પહેલાનો અનુભવ કોઇ પણ સંજોગોમાં માન્ય ગણાશે નહી. અનુભવનાં પુરાવા તરીકે માત્ર ઓફ લેટર કે એપોઇન્ટમેન્ટ લેટર અમાન્ય ગણાશે પણ જો તેની સાથે વખતો વખત સંસ્થા દ્વારા અપાયેલ ઇજાફા કે પ્રમોશનના હુકમ પગાર સહિતના પુરાવા કે અન્ય આધારભુત ગણી શકાય તેવા પુરાવા રજુ કર્યેથી તેની પુરતી ચકાસણી કરાયા બાદ યોગ્ય જણાયેથી આવો અનુભવ માન્ય ગણવા સક્ષમ અધિકારીનો નિર્ણય આખરી રહેશે,. પાલિકાનો આ નિયમ મનોજ પાટીલ માટે લાગુ પડે છે અને કે અંગે પાલિકાના કમિશનરે જ સાચો નિર્ણય લેવાનો છે

Reporter: admin

Related Post