કોરોના સંક્રમણના કારણે લોકોમાં ઘણા પ્રકારની બિમારીઓ વધી છે, જેના કારણે લોકોના આયુષ્યમાં ઘટાડો થયોછે.
કોરોના પહેલા જે લોકો સરેરાશ જેટલું જીવવાના હતા, તેમાં ત્રણ વર્ષનો ઘટાડો થયો છે.તેવું WHO એ જણાવ્યું છે.તેમજ સંક્રમણના કારણે લોકોમાં ઘણા પ્રકારની બિમારીઓ વધી છેતેવો ઉલ્લેખ કર્યો છે.ડબલ્યુએચઓએ કહ્યું છે કે, કોવિડ-19 મહામારીના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ છે. સંક્રમણના કારણે લોકોમાં ઘણા પ્રકારની બિમારીઓ વધી છે, જેના કારણે લોકોના આયુષ્યમાં ઘટાડો થયો છે. કોવિડના કારણે ગ્લોબલ લાઈફ એક્સપેન્ટેન્સીનો રેસિયો 1.8 વર્ષ ઘટીને 71.4 વર્ષ પર આવી ગયો છે. અગાઉ વર્ષ 2012માં આ રેસિયો નોંધાયો હતો
જ્યારે અમેરિકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં લાઈફ એક્સપેન્ટેન્સીનો રેસિયોમાં ત્રણ વર્ષનો ઘટાડો થયો છે. એટલે કે કોરોના પહેલા જે લોકો સરેરાશ જેટલું જીવવાના હતા, તેમાં ત્રણ વર્ષનો ઘટાડો થયો છે.રિપોર્ટ મુજબ છેલ્લી અડધી સદીમાં બનેલી અન્ય ઘટનાઓની તુલનાએ સૌથી વધુ કોવિડના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ છે. આ મુદ્દે ડબલ્યુએચઓના મહાનિદેશક ટેડ્રોસ અદનોમ ઘેબિયસે જણાવ્યું હતું કે, આ ડેટા સામે આવ્યા બાદ વિશ્વભરની આરોગ્ય સુરક્ષા મજબૂત કરવા તેમજ આરોગ્ય ક્ષેત્રે લાંબાગાળાનું રોકાણ વધારવા માટે મહત્વનું પાસું બનશે.
Reporter: News Plus