શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ઉમા ચાર રસ્તા પાસેના ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં રહેણાંકની પરવાનગી હોવા છતાંય એમાં કોમર્શિયલ કામગીરી થતી હોવાનુ જણાતા આજે ફાયર બ્રિગેડ, ટાઉન ડેવલોપમેન્ટ અને વીજ કંપની સહિતના અધિકારીઓની ટીમે સામૂહિક ચેકિંગ હાથ ધરીને બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરથી માંડીને ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોરને નોટિસો ફટકારી હતી.
ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યુ હતુ કે, ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષની પરમિશન રેસિડેન્સીયલની છે અને એમાં ક્લાસીસ, દુકાનો અને બીજી ઘણી કોમર્શિયલ પ્રવૃત્તિઓ થઈ રહી છે તેવુ ધ્યાને પડ્યુ હતુ. આખરે, કોર્પોરેશનના જુદાજુદા વિભાગની ટીમોએ અહીં તપાસ કરી હતી. જે દરમિયાન લોકોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ખડા થતા કોમ્પલેક્ષને નોટિસ આપવામાં આવી હતી.
...
Reporter: News Plus