News Portal...

Breaking News :

ચોમાસા પહેલા કાંસ ની સફાઈ... મેયર અને સ્થાયી અધ્યક્ષે દક્ષિણ ઝોનમાં સાડા ત્રણ કિલોમીટર લાંબા કાંસની સફાઈનું કર્યું નિરીક્ષણ... મજૂરો સુરક્ષા સાધનો વગર જોવા મળ્યા...

2024-05-20 15:37:27
ચોમાસા પહેલા કાંસ ની સફાઈ... મેયર અને સ્થાયી અધ્યક્ષે દક્ષિણ ઝોનમાં સાડા ત્રણ કિલોમીટર લાંબા કાંસની સફાઈનું કર્યું નિરીક્ષણ...   મજૂરો સુરક્ષા સાધનો વગર જોવા મળ્યા...


આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેર ના તમામ  કાંસો ની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે.


ત્યારે મનપા ના મેયર શ્રીમતી પિન્કી સોની અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીએ  માંજલપુર વિસ્તારમાં આવેલા અને સાડા ત્રણ કિલોમીટરની લાંબા કાન્સની સાફ-સફાઈ ની નિરીક્ષણ કર્યું હતું અને ઝડપી અને ગુણવતાસભર કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું.અધિકારીઓ તેમની સાથે નિરીક્ષણમાં જોડાયા હતા.

  સફાઈના ભાગરૂપે અડચણરૂપ દબાણો હટાવવામાં આવ્યા હતા.જે.સી.બી.નો ઉપયોગ કરીને આ કામગીરી કરવામાં આવી રહી છે.


આ જોખમી કહી શકાય તેવી કામગીરી કરી રહેલા શ્રમિકો કોઈ સુરક્ષા સાધનો વગર કામ કરતા જોવા મળ્યા હતા.આ અંગે મીડિયાએ સ્થાયી અધ્યક્ષનું ધ્યાન દોરતાં તેમણે યોગ્ય સૂચના આપવાનું આશ્વાસન આપ્યું હતું.

Reporter: News Plus

Related Post