વડોદરા શહેર વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા સિટી બસ બંધ કરતા બસ માં મુસાફરો ને હાલાકી.સિટીમાં અલગ અલગ વિસ્તારમાં ફરતી સિટી બસ બંધ કરતા તમામ સિટી બસ નવલખી મેદાનમાં મુકવામાં આવી.
વડોદરા શહેરમા બે દિવસ પેહલા ૧૩ ઇંચ વરસાદ ખાબક્યો હતો અને વડોદરા માં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં જેને લઇ વડોદરા સિટી બસો બંધ કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેર ગત રોજ સાંજ ના સમયે કાલાધોડા બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો તે સાથે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફરતી બસો ને નવલખી મેદાનમાં મુકવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતી સીટી બસો બંધ કરાતા મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે.
જે પ્રકારે મુંબઈ વાસીઓ માટે લોકલ ટ્રેન એ એમની જીવા દોરી છે તે જ પ્રકારે વડોદરવાસીઓ માટે સિટીબસએ જિંદગી મુસાફરી માટેનું મહત્વનું પાસું છે શહેરના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પોતાના નોકરી ધંધો રોજગારના સ્થળોએ સીટી બસના માધ્યમથી પહોંચે છે ત્યારે સીટી બસ બંધ થવાથી આવા તમામ લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો છે અલબત્ત હવે વરસાદ બંધ થયો છે તો કદાચ બપોર બાદ સીટી બસ સેવા પુનઃ શરૂ થાય તેવી શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે..
Reporter: admin