News Portal...

Breaking News :

બંદૂક બતાવી લૂંટ કરવા બદલ ભારતીય મૂળના બે વ્યક્તિઓ સહિત પાંચ લોકો સામે USA માં કેસ

2025-01-25 09:52:35
બંદૂક બતાવી લૂંટ કરવા બદલ ભારતીય મૂળના બે વ્યક્તિઓ સહિત પાંચ લોકો સામે USA માં કેસ


ન્યૂ યોર્ક : અમેરિકામાં એક બિઝનેસમેનના ઘરમાં કથિત રીતે બંદૂક બતાવી લૂંટ કરવા બદલ ભારતીય મૂળના બે વ્યક્તિઓ સહિત પાંચ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. 


ભૂપિન્દરજીત સિંહ (26), દિવ્યા કુમારી (26), એલિજા રોમન (22), કોરી હોલ (45) અને એરિક સુઆરેઝ (24)એ ન્યૂ યોર્કના ઓરેન્જ કાઉન્ટીમાં એક ઘરમાં ઘૂસીને કથિત રીતે લૂંટ ચલાવી હતી.દક્ષિણ જિલ્લાના એટૉર્ની કાર્યાલય દ્ધારા આ સપ્તાહે જાહેર કરાયેલા એક નિવેદનમાં કહ્યું હતું કે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમને વ્હાઇટ પ્લેન્સ ફેડરલ કોર્ટમાં યુનાઇટેડ સ્ટેટ્સના મેજિસ્ટ્રેટ જજ વિક્ટોરિયા રેઝનિક સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.


ન્યૂ યોર્કના દક્ષિણ જિલ્લાના કાર્યવાહક અમેરિકન એટોર્ની એડવર્ડ કિમે કહ્યું હતું કે પાંચે આરોપીઓએ કથિત રીતે લૂંટનું કાવતરુ રચ્યું હતું અને તેને અંજામ આપ્યો હતો, જે દરમિયાન ચાર બાળકોએ જોયું કે તેમના માતા-પિતાને બંદૂક બતાવીને દોરડા વડે બાંધવામાં આવ્યા હતા જ્યારે ચાર લોકો તેમના ઘરમાં રોકડ અને કિંમતી વસ્તુઓની શોધ કરી રહ્યા હતા.આ તમામ સામે લૂંટના કાવતરાનો એક કેસ અને લૂંટ કરવાનો પણ એક કેસ પણ નોંધવામાં આવ્યો હતો. બંને માટે વધુમાં વધુ 20 વર્ષની જેલની સજા છે. સિંહ, રોમન, હૉલ અને સુઆરેઝ પર હિંસાના ગુનાને આગળ વધારવા માટે હથિયારનો ઉપયોગ કરવાનો પણ આરોપ છે

Reporter: admin

Related Post