પર્યાવરણમાં પક્ષીઓનું મહત્વ લોકોને સમજાય અને આજની પેઢી પક્ષીઓની રંગબેરંગી દુનિયા નિહાળે તેવા ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય કલાકાર સંજીવની અવિનાશ ચૌધરી તથા ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી સહયોગથી વડોદરામાં 'કાર્નિવલ ઑફ બર્ડ્સ' ચિત્રકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શન તા.૦૪/૦૧/૨૦૨૫ ના રોજ સાંજે ૦૫.૦૦ કલાક શરૂ થઈને તા.૦૬/૦૧/૨૦૨૫ સુધી વડોદરા સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી, કીર્તિ મંદિર ખાતે યોજાનાર છે.આ પ્રદર્શનનો મુખ્ય હેતુ પર્યાવરણમાં અને સ્વચ્છતા માટે પક્ષીઓનું મહત્વ લોકો ને સમજાય તથા વિલુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિ વિશે લોકો જાગૃત કરવાનો છે. આ પ્રદર્શનમાં મૂકવામાં આવેલ તમામ બેનમૂન ચિત્રાકૃતીઓમાં પક્ષીઓના રંગને હૂબહૂ રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

વધુમાં આ ચિત્રોની વિશેષતા એ છે કે તેને પહેલા ડિજિટલ ક્રિએટિવ આર્ટ માં તૈયાર કર્યાબાદ વોટર કલર થકી કેનવાસ પર એક્રેલીક રંગોના ઉપયોગ કરીને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.તા. ૦૪/૦૧/૨૦૨૫ ના રોજ આ કાર્યક્રમના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ સ્વલેશ્વરકર અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર છે. વડોદરાના કલાપ્રેમી લોકોને આ પ્રદર્શનની અચૂક મુલાકાત કરવામાં માટે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તથા કલાકાર સંજીવની ચૌધરી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
Reporter: admin