નવી દિલ્હી : મોદી3.0 લોકસભાના પ્રથમ સત્રના બીજા સપ્તાહમાં પણ ભાજપ નેતૃત્વવાળી એનડીએ સરકાર અને વિપક્ષની વચ્ચે હોબાળો ચાલુ રહ્યોછે .
આજથી સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈહતી . સરકારની મુશ્કેલી વધારતાં વિપક્ષે સંસદની બહાર NEET પર એક દિવસ ચર્ચાની માગ સાથે દેખાવો કર્યા હતા. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવાની જગ્યાએ વિપક્ષે NEET, તપાસ એજન્સીઓના દુરુપયોગ જેવા મુદ્દા પર સત્તાપક્ષ ભાજપને ઘેર્યો હતો. વિપક્ષ વતી રાહુલ ગાંધીએ લોકસભામાં માગ કરી હતી કે એક દિવસ માટે NEET મુદ્દે ચર્ચા કરવામાં આવે, પરંતુ સરકાર એ માટે તૈયાર ન થતાં વિપક્ષે આખરે વૉકઆઉટ કર્યું હતું. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે મોદી અયોધ્યાના લોકોને તો છોડો, ભાજપવાળાને પણ ડરાવે છે, રાજનાથ અને ગડકરી પણ તેમની સામે નમસ્તે પણ નથી કરતા. સંસદમાં બોલતી વખતે લોકસભા અધ્યક્ષને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું કે માઈક આપો સર. તેમને સવાલ પણ પૂછ્યો કે માઈકનું કન્ટ્રોલ કોની પાસે છે?
જવાબમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે ગૃહમાં એક વ્યવસ્થા હોય છે. જ્યારે આસન વતી કોઈ વ્યક્તિને બોલવા માટે કહેવાય છે ત્યારે જ તેનો માઈક શરુ કરવામાં આવે છે. તમારું માઈક બંધ નથી કરાતું. દરમિયાન રાહુલે કહ્યું કે મારા ભાષણ વચ્ચે જ માઈક ઓફ થઇ જાય છે. હું શું કરું.રાહુલ ગાંધીના નિવેદન વચ્ચે સત્તા પક્ષના સભ્યોએ હોબાળો મચાવવાની શરૂઆત કરી હતી. પીએમ મોદી પોતાની ચેર પર ઊભા થયા અને તેને ગંભીર વાત ગણાવતાં કહ્યું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું એ ગંભીર વાત છે. તેની સામે રાહુલ ગાંધી બોલ્યાં કે પીએમ મોદી અને ભાજપ સમગ્ર હિન્દુ સમાજ નથી. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું કે વિપક્ષના નેતાએ જે કહ્યું છે તે બદલ માફી માગવી જોઈએ. આ ધર્મ વિશે કરોડો લોકો ગર્વથી હિન્દુ કહે છે. હું તેમને અપીલ કરીશ કે તે ઈસ્લામ ધર્મમાં અભય મુદ્રા વિશે તે ઈસ્લામિક વિદ્વાનોનો અભિપ્રાય લઇ લે.
Reporter: News Plus