News Portal...

Breaking News :

બડગામમાં આતંકીઓની ઘેરાબંધી, એક આતંકી ઠાર; વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ

2026-09-04 17:26:10
બડગામમાં આતંકીઓની ઘેરાબંધી, એક આતંકી ઠાર; વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ

બડગામ: જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં અશદાર ગલી વિસ્તારમાં ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFના સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. ઘટનાસ્થળેથી એક AK રાઇફલ અને યુદ્ધમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી પણ મળી આવી છે. જ્યારે બીજા આતંકીની શોધખોળ માટે સુરક્ષાદળોનું ઓપરેશન હજુ ચાલુ છે.

મળતી માહિતી મુજબ, યૂસમર્ગના ઉપરના વિસ્તારમાં આતંકીઓની હાજરીની માહિતી મળ્યા બાદ રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જવાનો પહાડી વિસ્તારમાં જંગલની વચ્ચે આગળ વધી રહ્યા હતા ત્યારે છુપાયેલા આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો.

સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરતાં અથડામણ શરૂ થઈ હતી. ઘટનાની જાણ થતાં નજીકના કેમ્પમાંથી સુરક્ષાદળોની વધારાની ટુકડીઓને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર વિસ્તારને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યો હતો.

શુક્રવારે સુરક્ષાદળોની કાર્યવાહી દરમિયાન એક આતંકી ઠાર થયો હતો. જ્યારે બીજો આતંકી હજુ પણ ઘેરાબંધીમાં ફસાયેલો હોવાનું જણાવાયું છે. તેને શોધવા માટે સુરક્ષાદળો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

Reporter: admin

Related Post