News Portal...

Breaking News :

કમિશનરના બંગલા પાસે જ્વેલર્સમાં બુકાનીધારીઓએ લૂંટ ચલાવી લૂંટારા નંબર પ્લેટ વગરની કારમાં આવ્યા હતા,- સિક્યુરિટી ગાર્ડેના માથામાં પાઇપ ફટકારી, ઉતાવળમાં 10 ચેન પડી ગઇ

2024-05-30 20:14:43
કમિશનરના બંગલા પાસે જ્વેલર્સમાં બુકાનીધારીઓએ લૂંટ ચલાવી લૂંટારા નંબર  પ્લેટ વગરની કારમાં આવ્યા હતા,-  સિક્યુરિટી ગાર્ડેના માથામાં પાઇપ ફટકારી, ઉતાવળમાં 10 ચેન પડી ગઇ




ભાયલીમાં ચડ્ડીબંડી ગેંગ માથે તિજોરી ઉઠાવી જતી હોવાના વાયરલ થયેલા વીડિયોના બનાવ બાદ ગુરુવારે  પરોઢિયે પોલીસ કમિશનરના બંગલા પાસે જ્વેલર્સ શો રૂમમાં  ત્રાટકેલા લૂંટારા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી રૃ.પોણા બે લાખના દાગીના લૂંટી ગયા હોવાનો બનાવ બન્યો છે.




વડોદરા શહેરમાં ચોરી - લૂંટના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. આમેય વડોદરા ક્રાઇમ રેતમાં આગળ વધી રહ્યું છે. ત્યારે થોડા દિવસો પહેલા ભાયલીમાં માથે તિજોરી લઇ જતા તસ્કરોનો વિડીયો વાયરલ થયો હતો. તેના થોડા જ સમયમાં ગુરુવારે સવારે પોલીસ કમિશનરના બંગલોની નજીક જ એક જવેલર્સના શો રૂમમાં લૂંટ ચલાવવામાં આવી હતી. અલકાપુરી કોન્કર્ડ બિલ્ડિંગના સેમી બેઝમેન્ટ એલજીમાં બાબુભાઇ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા જિગ્નેશ સોનીએનોંધાવેલી ફરિયાદ અનુસાર આજે પરોઢિયે ચારેક વાગે નંબર પ્લેટ વગરની ઇકો કાર લઇને આવેલા ચાર લૂંટારા મારી દુકાનના શટરના બે તાળાં તોડી ઘૂસ્યા હતા.



અમે મોટાભાગના દાગીના લોકરમાં મૂકતા હોવાથી લૂંટારા બહાર ટ્રેમાં મુકેલા 18 કેરેટના 100 જેટલા દાગીના લૂંટી ગયા હતા. જેની કિંમત પોણા બે લાખ થાય છે. આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર પાલે તેમને પડકારતાં લૂંટારાઓ પૈકી એક જણાએ તેના માથામાં પાઇપ ફટકારી હતી.બીજા ગાર્ડ આવી જતાં લૂંટારા કારમાં ફરાર થઇ ગયા હતા.આ દરમિયાન 10 ચેન નીચે વેરણછેરણ પડી ગઇ હતી.સયાજીગંજ પોલીસે આ અંગે લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Reporter: News Plus

Related Post