દશરથ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે લાયન્સ ક્લબ ઓફ વડોદરા બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સંસ્થાના ૧૪ સ્ટાફ તથા ૫૭ તાલીમાર્થીઓ દ્વારા કુલ ૭૧ યુનિટ રક્તદાન કરી આ ઉમદા કાર્યમાં મોટો ફાળો આપ્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં મહિલા તાલીમાર્થીઓએ પણ રક્તદાન કરી ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સદર કેમ્પને સફળ બનાવવા માટે સ્ટાફ તથા તાલીમાર્થીઓ અને લાયન્સ ક્લબ ઓફ વડોદરા બ્લડ બેંકના કોર્ડિનેટર, ડોક્ટર તથા તેમની ટીમનો સંસ્થાના આચાર્ય વર્ગ-૧ અને વર્ગ-૨ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.

Reporter: admin